(૯) .... અમે આ દુનિયામાં તેમને રોઝી વહેંચી દીધી છે, અને (તેમાં) કેટલાક લોકોને બીજા ઉપર અગ્રતા આપી છે જેથી કરીને તેઓમાંના કેટલાક બીજા કેટલાક પાસેથી ખિદમત (ચાકરી/સેવા) લઈ શકે....
અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલીબ (અલય્હિસ્સલામ) એ ઉપરોક્ત આયત સમજાવતાં ફરમાવ્યું :
અલ્લાહે આપણને જાણ કરી દીધી છે કે નોકરી (સર્વીસ/જોબ) કમાણીના સાધનો - માધ્યમોમાંથી એક છે, કારણ કે અલ્લાહે પોતાની સંપૂર્ણ હીકમતના આધારે લોકોની હિંમત, ઈરાદા (વિચારો) અને પરિસ્થિતીને એક-બીજાથી અલગ પડતા, જુદા-જુદા, વિભિન્ન અને અસમાન બનાવ્યા છે. અને આ જ બાબતે (અલ્લાહે) તેની મખ્લૂકની કમાણી (રોઝી)ના માધ્યમનું મુખ્ય પાસુ બનાવ્યું છે. (જેથી લોકોને એક બીજાની જરૂરીયાત ઉભી થતી રહે) અને તેમાંથી એક એ પણ છે કે એક શખ્સ બીજાને નોકરીએ રાખી તેની પાસે કામ કરાવે છે....
જો આપણામાંથી દરેક વ્યક્તિ તમામ કામો કરી શક્વાની ક્ષમતા ધરાવતો હોત, તો દુનિયાના સંચાલનમાં વિક્ષેપ (ખલેલ) પડી જાત અને આ અવરોધક બાબત ક્યારેય દૂર ન થઈ શક્ત (કારણ કે કોઈને કોઈની જરૂર ન પડત), અને દરેક વ્યક્તિ આ કારણે પરેશાન થઈ જાત. આ અલ્લાહ તઆલાની હિકમત અને તેનું સુવ્યવસ્થિત (સ્પષ્ટ) આયોજન છે કે તેણે લોકોની મહેનત અને ઈરાદા (વિચારો) જુદા - જુદા, એકબીજાથી અલગ પડતા અને અસમાન બનાવ્યા છે. તેથી જયારે કોઈ શખ્સ એક કામ કરવાથી કંટાળી જાય છે અથવા તેને છોડી દે છે, તો બીજો શખ્સ તે કામને અપનાવી લે છે, આ રીતે લોકો એક-બીજાની કમાણી (રોઝી)ની જરૂરીયાતો સંતોષી લે છે, અને આ રીતે તેઓ સારી ખુશહાલ પરિસ્થિતીમાં રહે છે.
(૧૦) .... તો પછી તમે અલ્લાહની ખુશી અને તેની નારાઝગીનું માપદંડ ઔલાદ અને માલને ન બનાવો. કારણ કે તમે નથી જાણતા કે અલ્લાહ માલ અને સત્તા વડે કઈ-કઈ રીતે બંદાની ક્સોટી કરે છે.
(૧૧) સંપત્તિ અને રોઝીની વિશાળતાના કારણે રાજી ન થઈ જાવ, અને ગરીબી (તંગી) અને મુસીબતો બદલ રંજ (ગમ) ન કરો. કારણ કે સોનાને આગમાં નાખીને (જ) ચકાસવામાં આવે છે અને મોઅમીનને મુસીબતો વડે અજમાવવામાં આવે છે.
(૧ર) અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ માલદારોની સંપત્તિ (માલ)માં ગરીબોની રોઝી મુકર્રર કરી છે, બસ...! હવે જે કોઈ ગરીબ ભૂખ્યો રહે છે તેનું કારણ એ હોય છે કે (તે) સંપત્તિવાન ધનવાને પોતાના માલને સંકોચી લીધો હોય છે, અને અઝમતવાળો અલ્લાહ માલદારો પાસે આ બાબતે કડક પૂછપરછ કરશે (કે તે શા માટે તારા  માલમાંથી ફલાણા ગરીબને મદદ કરી ન હતી???)
(૧૩) માલદારો માટે કોઈ ગુનાહ એટલો મોટો નથી કે તેઓ ગરીબોને પોતાના માલથી વંચિત (મહેરૂમ) રાખે. (કારણ કે અલ્લાહ તેઓના માલમાં ગરીબોનો હિસ્સો મૂકેલો હોય છે.)
(૧૪) અલ્લાહ તબારક વ તઆલાએ માલદારના માલમાં એટલી જ ઝકાત વાજિબ કરી છે, જેટલી ગરીબો માટે પૂરતી થઈ પડે, તેથી જયારે કોઈ ફકીર (ગરીબ) (આર્થિક રીતે) મુશ્કેલીમાં આવી પડે છે અથવા તેની પાસે પહેરવાના કપડાં નથી હોતા તો તેનું કારણ એ હોય છે કે તેના હકને વેડફી નાખવામાં આવ્યો હોય છે અથવા રોકી લેવામાં આવ્યો હોય છે (તેને ઝકાત આપવામાં આવી નથી), અલ્લાહ તઆલા ક્યામતના દિવસે માલદારો પાસે (ગરીબોના આ હકો બાબતે) હિસાબ લેશે અને તેઓને ર્દદનાક અઝાબમાં નાખી દેશે.
(૧પ) .... તેણે (અલ્લાહે) રોઝી નક્કી કરી દીધી છે, કોઈ માટે વધારે તો કોઈ માટે ઓછી, અને (રોઝી)ની વહેંચણીમાં ક્યાંક તંગી (મૂકી)છે તો ક્યાંક વિપુલતા અર્પણ કરી છે, જે અદલ (ન્યાય) જ છે. કારણ કે તેણે જે રીતે ઈચ્છા કરી તે રીતે ક્સોટી કરી છે. રિઝક મેળવવામાં સરળતા અને મુશ્કેલી મૂકીને તેણે માલદારના શુક્ર અને તંગદસ્તના સબરની કસોટી કરી છે.
(૧૬) અલ્લાહ તબારક વ તઆલાએ પોતાની તમામ મખ્લુકને પેદા કરી. તે તમામ નાના-મોટાને જાણે છે અને માલદાર અને ગરીબથી પણ તે માહીતગાર છે, તેથી તેણે દર હજાર વ્યક્તિએ પચ્ચીસને મિસ્કીન (ગરીબ) બનાવ્યા છે, જો તેને એમ લાગતે કે આ (નક્કી કરાયેલી) ઝકાતો તેઓ (ગરીબો) માટે પૂરતી નહીં થાય તો તે (ઝકાત) વધારે નકકી કરી દેત કારણ કે તે (અલ્લાહ) તેઓ સર્વોનો પેદા કરનાર છે અને તેઓને સારી રીતે જાણે છે.
(૧૭) અલ્લાહ તબારક વ તઆલાએ તવંગરોના માલમાં એટલી જ ઝકાત ફરજ (વાજિબ) કરી છે જેટલી ગરીબો (ના ભરણપોષણ) માટે પૂરતી થઈ પડે. અને જો અલ્લાહને એમ લાગતે કે જે કાંઈ ઝકાત ફરજ કરવામાં આવી છે તે (ગરીબોને) પૂરતી નથી તો તે તેનાથી વધુ ફરજ કરી દેત. ફકીરો (ગરીબો)ને તેમનો (ઝકાતનો) એજ હિસ્સો પ્રાપ્ત થાય છે જે તેમના હકમાંથી (અલ્લાહ તરફથી) રોકી લેવામાં આવ્યો હોય છે.....
(૧૮) ઝકાતને માલદારોની કસોટી અને ગરીબોની સહાય માટે ફરજ (વાજિબ) કરવામાં આવી છે. જો દરેક જણ પોતાના માલની ઝકાત અદા કરવા લાગે, તો કોઈ મુસલમાન ગરીબ અને મોહતાજ જોવા ન મળે, અને ન તો કોઈ અલ્લાહની ફરજો (અદા કરવા)થી દૂર રહે. જે લોકો ગરીબ, મોહતાજ, ભૂખ્યા અને પહેરવેશથી વંચિત હોય છે, તે માલદારોના ગુનાહોના કારણે હોય છે........જકાત ના ઇલાહી હુકમ નો અમલ પ્રત્યેક મુસલમાન કરે તો  આ દુનિયા મા કોઇપણ મનુષ્ય રોટી, કપડા, મકાન વિહોણો ન જ રહે એટલી સુંદર ઇલાહી વ્ય્વસ્થા છે 
રમજાન ના આ મુબારક મહિના મા અને પૂરી જિંદગી અમલ કરવા ની અલ્લાહ સહુ ને એના હૂકમો ઉપર અમલ કરવા ની શક્તિ આપે એજ દુવા છે રબ્બે કરીમ ની બારગાહે આલિશાન મા ઇલાહી આમીન યા અરહમર રાહેમીન.??

Editor: