સખાવત એ એહલે બૈત અ.સ 
ઇમામ એ હસન અ.સ અને ઇમામ એ હુસૈન અ.સ ની સખાવતૉ 
ઉમ્રૂ બીન દીનાર ર.અ  રીવાયત કરે છે કે : ઓસામા બીન ઝૈદ બીમાર પડયા. હઝરત ઈમામે હુસૈન (અ.સ ) તેમના ખબર અંતર પુછવા માટે ગયા. આપ (અ.સ )એ જોયું કે ઓસામા ર.અ બહુજ પરેશાન દેખાતા હતા. આપ (અ.સ )એ પૂછ્યું : ઓસામા ર અ ! આટલા બધા પરેશાન કેમ છો? ઓસામા ર.અ એ કહ્યું : મને લાગે છે કે મારી જિંદગીનો ચિરાગ બુઝાઈ જવાની તૈયારીમાં છે. અને હું સાઠ હજાર દીરહમનો કર્ઝદાર છું.
હઝરત ઈમામે હુસૈન (અ.સ )એ ફરમાવ્યું : ગભરાવ નહીં. હું તમારૂં કર્ઝ અદા કરી દઈશ. ઓસામા ર. અ એ કહ્યુંઃ મને એ વાતનો ડર છે કે મારૂં કર્ઝ અદા થવા પહેલાં મને મૌત ન આવી જાય. હઝરત ઈમામ હુસૈન (અ.સ )એ સાઠ હજાર દીરહમ મગાવ્યા અને તે જ વખતે ઓસામા ર.અ નું કર્ઝ અદા કરી દીધું.
હઝરત ઈમામે હુસૈન (અ.સ ) હંમેશા ફરમાવ્યા કરતા હતા કે બાદશાહો માટે ત્રણ વાતો ખરાબ છે.
(૧) દુશ્મનોથી ડરવું. 
(૨) કમઝોર લોકો પર ઝુલ્મ કરવો. 
(૩) સખાવતના સમયે કંજુસી કરવી.
એક અરબી માણસ મદીના આવ્યો અને તેણે મદીનાના લોકોને પૂછયું કે : આ શહેરમાં સૌથી વધારે મોટા સખી કોણ છે? મદીનાના લોકોએ જવાબ આપ્યો કે હઝરત હુસૈન બીન અલી (અ.સ ) સૌથી મોટા સખી છે.
અરબી મસ્જીદે નબવીમાં પહોંચ્યો. ત્યાં તેણે હઝરત ઈમામે હુસૈન (અ.સ )ને નમાઝ પડતા જોયા. ત્યારે તે આ મુજબના અશઆર પડયો.
 અશઆરનો સારાંશ :-
જેણે આપની પાસેથી આશાઓ જોડી તે કદી નીષ્ફળ ન થયો. અને જેણે આપના દરવાજે ટકોરા માર્યા તે કદી નીરાશ ન થયો.
આપ (અ.સ ) ફૈયાઝ છો. અને ગરીબોના રક્ષણહાર છો. આપના પિતા ફાસીકોના કાતીલ છે. જો આપના બુઝુર્ગ ન હોતે તો અમારૂં ઠેકાણું જહન્નમમાં હોત.
હઝરત ઈમામ હુસૈન (અ.સ )એ નમાઝ પુરી કરી અને આપના ખાદીમ  કમ્બરને ફરમાવ્યુંઃ અત્યારે આપણી પાસે કેટલો માલ પડયો છે. કમ્બરે કહ્યું : અત્યારે ચાર હજાર દીનાર વધ્યા છે.
આપ (અ.સ )એ ફરમાવ્યું : તે માલનો હકદાર આવી ગયો છે. જયારે આપ (અ.સ )ની પાસે તે રકમ લાવવામાં આવી ત્યારે આપ (અ.સ ) દરવાજાની પાછળ ઉભા રહી ગયા અને તે રકમ અરબીના હવાલે કરી દીધી અને નીચે મુજબની પંકિતઓ કહી :-
પંક્તિઓનો સારાંશ :-
આ નાનકડી રકમ મારી પાસેથી સ્વીકારી લે. હું તારી માફી ચાહું છું, જો ભવિષ્યમાં મારી હાલત  સારી થઈ જશે તો હું તને આનાથી વધારે આપીશ. જમાનાના બનાવોથી ઘણાં પરિવર્તન આવી ગયા છે. હાલમાં આર્થિક રીતે અમે તંગીમાં મુકાઈ ગયા છીએ.
અઅરાબીએ તે રકમ સ્વીકારી અને રડવા લાગ્યો. ઈમામ (અ.સ )એ ફરમાવ્યું : શું અમે આપેલી રકમ બહુ ઓછી હતી તેના કારણે રડો છો? અરબીએ કહ્યું : આપ (અ.સ )એ આપેલી રકમ ઘણીજ વધારે છે. હું એ વિચારીને રડુ છું કે આપ (અ.સ ) જેવા સખી માણસ આ જમીનમાં દફન કઈ રીતે થશે?
ઈમામ હુસૈન (અ.સ )ની શહાદત પછી દુનિયાના લોકોએ આપ (અ.સ )ની પીઠ પર અમુક નીશાનીઓ જોઈ. જયારે ઈમામ ઝૈનુલ આબેદીન (અ.સ )ને તે નીશાનીઓ વિશે પુછવામાં આવ્યું ત્યારે તેઓ (અ.સ )એ ફરમાવ્યું 
(મનાકીબે શેહરે આશોબ ભાગ - ૪, પા. ૬૫)
સખી ઇબ્ને સખી ઇમામ હસન અ.સ 
એક વખત હઝરત હસને મુજતબા શામ ગયા. શામના હાકિમે પોતાની સખાવતનો દેખાવ કરવા માટે આપ (અ.સ )ને એક મોટી રકમ અતા કરી.
એટલામાં એક માણસ નવા પગરખા લઈને હઝરત ઈમામ હસન (અ.સ ) પાસે આવ્યો અને કહ્યું : “આકા! હું મોચી છું, આ પગરખા મેં આપ (અ.સ ) માટે તૈયાર કર્યા છે આપને મારો આ તોહફો કબૂલ કરવા વિનંતી કરૂં છું.”
હઝરત ઈમામ હસન (અ.સ )એ તેની પાસેથી પગરખા લઈને પહેરી લીધા અને હાકિમે શામે જે રકમ આપ ઇમામ હસન  (અ.સ )ને ભેટ આપી હતી એ પૂરેપુરી રકમ તે મોચીને આપી દીધી.
હમવી તેમની કિતાબ ‘સમરાતુલ અવરાક’ માં લખે છે કે એક વખત હઝરત ઈમામ હસન (અ.સ ), હઝરત ઈમામે હુસૈન (અ.સ ) અને જ. અબ્દુલ્લાહ બિન જાફર (અ.ર ) હજ પર જવા માટે મદીનાથી નિકળ્યા અને એવું બન્યું કે રસ્તામાં તેઓ ત્રણેય બુઝુર્ગવાર પોતાના કાફલાથી જુદા પડી ગયા. એમનો બધો સામાન કાફલાની સાથે હતો.
તેઓ ત્રણેય બુઝુર્ગવારોને ભૂખ લાગી. તેઓ તે રણમાં કોઈ ખૈમાની શોધમાં લાગી ગયા. તેવામાં દૂરથી એક અરબી વણઝારાનો ખૈમો દેખાયો. ત્રણે હઝરત તે ખૈમા પાસે ગયા. ત્યાં એક ઔરત બેઠી હતી. તેઓએ સલામ કરી. અને તેણીએ જવાબ આપ્યો. બુઝુર્ગવારોએ તે સ્ત્રીને કહ્યું : “અમે તરસ્યા છીએ. શું તમારી પાસેથી અમોને પાણી મળી શકશે?”
તે સ્ત્રીએ કહ્યું : “અત્યારે અમારી પાસે આ એક ઘેટું છે. તમે ચાહો તો એનું દૂધ પી લ્યો.”
ઃ મારા વાલીદે મોહતરમ રાતના સમયે પોતાની પીઠ પર ગરીબો, યતીમો અને વીધવાઓ માટે લોટ અને અમુક જીવન જરૂરી વસ્તુઓ ઉપાડીને તેમના ઘરે પહોંચાડતા હતા. એ વજન ઉપાડવાની નીશાનીઓ તેઓ (અ.સ )ની પીઠ પર હતી.
બુઝુર્ગવારોએ ઘેટાનું દૂધ દોહીને પીધું અને પછી ફરમાવ્યું : “શું તમે અમોને ખાણું ખવરાવી શકો છો?”
તેણીએ કહ્યું : “ફક્ત આ ઘેટું જ છે. તમો એને ઝબ્હ કરો. હું પકાવીને આપની ખિદમતમાં પેશ કરીશ.” શાહઝાદાઓએ ઘેટું ઝબ્હ કર્યુ અને તે ઔરતે ગોશ્ત પકાવીને શાહઝાદાઓ સામે હાજર કર્યુ. ત્રણેય શાહઝાદાઓએ ધરાઈને ખાધું, અને જ્યારે ગરમી ઓછી થવા લાગી ત્યારે ઔરતને કહ્યું : “અમે જઈએ છીએ, અમારો ખાનદાની સંબંધ કુરૈશથી છે. જ્યારે તમે મદીના આવો તો અમારી પાસે અવશ્ય આવજો અમે તમારી કદરદાની કરીશું.”
(ત્યારપછી) ત્રણેય શાહઝાદાઓ ત્યાંથી રવાના થઈ ગયા. થોડીવાર પછી તે ઔરતનો શૌહર ઘરે આવ્યો અને તે ઔરતે પોતાના શૌહરને સઘળી બીના કહી સંભળાવી. તેણી ના  પતિ એ નારાજ થઈને કહ્યું : “તેં ઘણું ખોટું કર્યુ, ઘરની તમામ મૂડી તબાહ કરી નાખી અને કુરૈશનું નામ સાંભળીને હરખાઈ ગઈ.”
સંજોગવશાત અમૂક દિવસો પછી આ બંને પતિ-પત્ની મદીના આવ્યા અને ત્યાં તે અરબીએ જીવન નિર્વાહ માટે નાનુ સરખુ કામ કરવાનું શરૂ કર્યુ.

Editor: