એક દિવસ પેલી સ્ત્રી હઝરત ઈમામે હસને મુજતબા (અ.સ )ના ઘર પાસેની ગલીમાંથી પસાર થઈ રહી હતી ત્યારે ઈમામે હસન (અ.સ ) તેણીને જોઈ ગયા અને ગુલામને કહ્યું કે પેલી ઔરતને બોલાવી લાવ.
જ્યારે તે ઔરત આવી ત્યારે આપ ઇમામ હસન  (અ.સ )એ ફરમાવ્યું : તેં અમોને ઓળખ્યા? તે સ્ત્રીએ કહ્યું : ના 
આપ (અ.સ )એ ફરમાવ્યું : હું તારો એ મહેમાન છું 
જે એક દિવસ તેના બે ભાઈઓ સાથે રણમાં તારી પાસે આવ્યો હતો. સ્ત્રીએ કહ્યું : જી હા, હું આપને ઓળખી ગઈ. આપ (અ.સ )એ પોતાના ગુલામને હુકમ આપ્યો કે બજારમાંથી એક હજાર ઘેટાં ખરીદી કરીને આ ઔરતના હવાલે કરો અને આપ (અ.સ )એ તે ઔરતને એક હજાર દિરહમ અતા ફરમાવ્યા. પછી આપ ઇમામ હસન  (અ.સ )એ ગુલામને ફરમાવ્યું કે : તું આ ઔરતને મારા ભાઈ હુસૈન (અ.સ ) અને અબ્દુલ્લાહ (અ.ર ) પાસે લઈ જા.
ગુલામ તે ઔરતને ઈમામ હુસૈન (અ.સ ) પાસે લઈ ગયો. ઈમામ હુસૈન (અ.સ )એ તે ઔરતને એક હજાર ઘેટાં ખરીદીને આપવાનો હુકમ કર્યો અને એક હજાર દિરહમ પણ અતા કર્યા. ત્યારપછી ગુલામ તે ઔરતને લઈને અબ્દુલ્લાહ બીન જાઅફરે તૈયાર (અ.ર ) પાસે ગયો. અબ્દુલ્લાહ (અ.ર ) તે ઔરતને બે હજાર ઘેટાં ખરીદીને આપ્યા અને બે હજાર દિનાર અતા ફરમાવ્યા. આમ તે ઔરત અને તેનો પતિ મદીનાથી ચાર હજાર ઘેટાં અને ચાર હજાર દિરહમ લઈને રવાના થયા સખાવત એ પઁજતન પાક ના ઘરાના નો વારસો છે દુનિયા મા જ્યાં જ્યાં પણ ખાનદાન એ એહલે બૈત અ.સ વસે છે એ હાલાતે જાહીરી મા મૌજૂદ હોય ત્યારે પણ દરિયા એ સખાવત તેની ઊઁચી ટોચ પર બિરાજમાન હોય છે અને દુનિયા થી પરદા પોશી બાદ પણ એહલે બૈત અ.સ ના ઘરાના ની સખાવત નો દરિયો મોજાઓ ઉછાલતો જ રહે છે રબ્બે કરીમ સંસાર ના તમામ મનુષ્યો ને એહલે બૈત પઁજતન પાક ની સખાવતૉ નસીબ ફરમાવે ઇલાહી આમીન  યા અર હમર રાહેમીન.
હઝરત તાજ્દારે ઇમામૂલ અમ્બિયા મોહમ્મદ એ મુસ્તફા રસૂલે અકરમ  (સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વસલ્લમ)એ ફરમાવ્યુંઃ કયામતના દિવસે એક માણસને હિસાબ માટે લાવવામાં આવશે અને તેને કહેવામાં આવશે કે તમે તમારી નજાત માટે દલીલ અને સાબીતી આપો.
તે કહેશે કે : ખુદાયા! તેં મને પૈદા કર્યો અને તેં મને હિદાયત આપી. અને તેં મારી રોઝી વીશાળ કરી દીધી. મેં તારી આપેલી રોઝીથી તારી મખ્લુક પર ખર્ચ કર્યો અને તેઓ માટે આસાની પૈદા કરી. જેથી કરીને આજના દિવસે હું તારી રહેમતનો હકદાર બની શકું અને તું મારા માટે આસાની પૈદા ફરમાવ.
અલ્લાહ તઆલા ફરમાવશે કે : મારા આ બંદાએ બીલકુલ સાચું કહ્યું છે. તેને જન્નતમાં પ્રવેશ આપો. મદની તાજ્દાર આકા  (સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વસલ્લમ) પાસે એક માણસ આવ્યો અને તેણે આપ (સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વસલ્લમ)ને પૂછ્યું : ઈમાનની બાબતમાં કયો માણસ અફઝલ છે? રસૂલેખુદા (સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વસલ્લમ)એ ફરમાવ્યું : જેનો હાથ ખુલ્લો હોય. (એટલેકે જે સખી હોય.)
ઈમામે મુસા કાઝીમ (અલય્હિસ્સલામ) તવાફ કરી રહ્યા હતા. ત્યારે એક માણસે તેઓને પૂછ્યું : સખી કોણ છે? ઈમામ (અલય્હિસ્સલામ)એ ફરમાવ્યું : તારી વાતના બે દ્રષ્ટિકોણ છે. જો તું મખ્લુકના સખી વીશે પુછવા માગતો હોય તો. સખી એ માણસ છે જે અલ્લાહ તઆલાએ નક્કી કરેલી ફરજો અદા કરે. અને જો તું ખાલીક વીશે પુછવા માગતો હોય તો અલ્લાહ તઆલા સખી-જવાદ છે. જો તે આપે તો પણ સખી છે. અને જો તે વંચિત રાખે તો પણ સખી છે. કેમકે તે જે કાંઈ આપે છે તેનો તું હકદાર નથી હોતો અને તને જેનાથી વંચિત રાખે છે. તે પણ તારો હક નથી હોતો.
ઈમામ મુસા કાઝીમ (અલય્હિસ્સલામ)એ ફરમાવ્યું : સખી, ખુશ અખ્લાક (સારા ચારિત્ર્યવાળો) અલ્લાહની પનાહમાં રહે છે. અલ્લાહ તઆલા તેને પોતાની પનાહથી દુર નહીં કરે જયાં સુધી કે તેને જન્નતમાં દાખલ ન કરી દે. અલ્લાહ તઆલાએ જેટલા નબીઓ અને વસીઓ મોકલ્યા છે તે બધાજ સખી હતા અને કોઈ માણસ જયાં સુધી સખી ન હોય ત્યાં સુધી તેની ગણત્રી સાલેહીનમાં થઈ શકતી નથી.
મારા વાલીદે મોહતરમ (અલય્હિસ્સલામ) પોતાની જિંદગીના અંતિમ સમય સુધી મને સખાવતનો હુકમ આપતા રહ્યા. પછી આપ (અલય્હિસ્સલામ)એ ફરમાવ્યું : જે માણસ પોતાના માલની સંપુર્ણ ઝકાત અદા કરે અને તેને સાચી જગ્યાએ ખર્ચ કરે તો કયામતના દિવસે તેને એ નહીં પુછવામાં આવે કે આ માલ તેં કયાંથી મેળવ્યો હતો.
ઈમામે જાઅફરે સાદીક (અલય્હિસ્સલામ)એ તેઓની બેઠકમાં હાજર રહેલા લોકોને કહ્યું : શું હું તમને એવી વાતની તાલીમ ન આપુ જે તમને ખુદાની અને જન્નતની નઝદીક કરી દે તેમજ દોઝખથી દુર રાખે? લોકોએ કહ્યુંઃ શા માટે નહીં આકા! ત્યારે ઈમામ (અલય્હિસ્સલામ)એ ફરમાવ્યું : તમે લોકો સખાવતને અપનાવો. અલ્લાહ તઆલાએ    પોતાની રહેમત થકી એક મખ્લુકને પૈદા કરી છે. જે મખ્લુકને પોતાની રહેમત માટે પૈદા કરી છે. અલ્લાહ તઆલાએ એ લોકોને એહસાન કરનારા અને ભલાઈના સ્ત્રોત બનાવ્યા અને એ લોકો બીજા લોકોના વાલી અને મદદગાર છે. લોકો પોતાની હાજતો માટે તેમની પાસે જાય છે અને જેમ વેરાન જમીન વરસાદ પછી ફળદ્રુપ બની જાય છે તેવી જ રીતે પોતાની સખાવત થકી લોકોને નવું જીવન આપે છે. એવા લોકો ખરેખર મોમીનો છે અને કયામતના દિવસે એ લોકો શાંતિ પામનારા છે. 
હઝરત અમીરૂલ મોઅમેનીન (અલય્હિસ્સલામ)એ પોતાના ફરઝંદ હઝરત ઈમામ હસન (અલય્હિસ્સલામ)ને પૂછ્યું : બેટા! સખાવત શું છે? ઈમામ હસન (અલય્હિસ્સલામ)એ ફરમાવ્યુંઃ સારી હાલત અને તંગદસ્તી બંને સંજોગોમાં બક્ષીશ કરવી તે સખાવત છે. ઈમામે જાઅફરે સાદીક (અલય્હિસ્સલામ)એ ફરમાવ્યું : ગુનાહોમાં ડુબેલો નવજવાન સખી, કંજુસ વૃધ્ધ આબીદ કરતાં અલ્લાહને વધારે પ્યારો છે. (અહીં સખાવતની ફઝીલત બયાન કરવામાં આવી છે તેનો અર્થ ગુનાહ કરવાની છુટ આપવામાં આવી છે તેવો હરગીઝ ન કરવો જોઈએ. -અનુવાદક)
ઈમામે જાઅફરે સાદીક (અ.સ )એ ફરમાવ્યું : જે લોકો આ દુનીયામાં નેકી અને અહેસાન કરનારા છે. આખેરતમાં પણ તેઓ તેવા જ લોકો સાહેબે એહસાન હશે. તે લોકોને કહેવામાં આવશે કે : મેં તમારા ગુનાહો માફ કરી દીધા છે. હવે તમે જેને ચાહો તેને તમારી નેકીઓ આપી શકો છો.

Editor: