મૂક્દ્દસ પાક માહે રમજાન માનવ કલ્યાણ વિશ્વ કલ્યાણ માટે પ્રત્યેક વર્ષ માનવતા ને જાગ્રુત કરવા માટે ની ઇલાહી વ્યવસ્થા 
લયલતૂલ ક્દ્ર એ મુબારક  રાત જે હજાર રાતો થી અફ્જલ છે જે રાત મા સુરે એ ક્દ્ર નાજીલ થય છે
સૂર એ ક્દ્ર
બિસ્મિલ્લાહ  હીર્રહમા નીર્રહીમ
ઇન્ના અનજલનાહુ ફી લયલતીલ કદ્ર
વ મા અદરાકા મા લયલતૂલ કદ્ર 
લયલતૂલ કદ્રી ખયરૂમ મીન અલ્ફી શહર 
તનાજ્જલૂલ મલાઇકતૂ વર રૂહુ ફિયહા બી ઈજની રબ્બીહિમ મીન કુલ્લી અમ્ર 
સલામૂન હી યા હતત્તા મત્લાલ ફજર
અલ્લાહ રબ્બે કરીમ ની અદભૂત આદેશાત્મક વ્યવસ્થા માહે રમજાન ત્રણ તબક્કાઓ મા સમજીયે 
ઇબાદત ની પધ્ધતિ ને અને આત્મ નિરીક્ષણ કરીયે આંકલન કરીયે માનવતા ને તંદુરસ્ત કરવા ના આ પાક મહિના માહે રમજાન મા વ્યક્તિગત આપણે એટલે કે મે અને તમે શુ પ્રાપ્ત કર્યુ ?
માહે રમજાન મા ઇબાદત નો સવાબ (પુણ્ય ) બીજા મહિના ઓ ની સરખામણીએ ૭૦ ગણો ૭૦૦ ગણો કે અગણિત બેસૂમાર  નિર્ધમારિત કરવા મા આવ્યો છે કારણ કે 
માનવ સ્વભાવ પરાપૂર્વથી લેણદેણ ની કુદરતી પ્રક્રિયા થી જોડાયેલો છે 
ઈન્સાન માટે તો અલ્લાહ નો શુક્ર માનવો જ હોય ઇબાદતૉ ના માધ્યમ થી  તો કરોડો એહસાનૉ છે અલ્લાહ કરીમ ના હર પલ હર ઘડી ઈન્સાન શુક્ર ગૂજારતો જ રહે તો પણ જિંદગી ઓછી પડી જાય અલ્લાહ નો શુક્ર અદા ન કરી શકીયે 
અલ્લાહ આપણી કમજોરી ઓ અશકતતા ને જાણે જ છે એટલે જ ઇબાદત એક અદા કરો સવાબ  ૭૦ ગણો ૭૦૦ ગણો ૭૦૦૦૦ ગણો આપવા નો વાયદો છે  ક્યાંક અલ્લાહ ના એહસાનૉ ની શુક્ર ગુજારી ની નીય્ય્ત થી કરેલા અમલ દરમ્યાન એક ઘડી એક પલ પણ અલ્લાહ કરીમ ની મોહબ્બત મા એની કરીમી નો જર્રૉ નસીબ થય જાય એજ પ્રયાસ ઈન્સાન કરતો રહે તો કામયાબી જરૂર પ્રાપ્ત થશે 
અલ્લાહે  માનવ જીવન આપ્યુ છે એના શુક્ર માટે તો  જિંદગી ઓ ઓછી પડી જાય એમ છે છતા પુરતુ છે આપણા તરફ થી કોશિશ કરતા જ રહિયે પરિણામ કરતા પ્રયત્ન અગત્ય નો હોય છે  કોશિશ કરતા રેહવા ની છે પરિણામ મા ઇનામો આપવા એ  અલ્લાહ ની કરીમી છે 
માહે રમજાન ની પાક ઘડી ઓ મા જે લોકો ને અલ્લાહ રાહે રોશન ઉપર ચાલવા ની હીદાયત આપી જ ચૂક્યો છે 
એ લોકો માટે નસીહત માર્ગદર્શન ની જરૂર જ નથી  ! જરૂર છે મારાં અને તમારા જેવા ગૂનેહ્‌ગારો માટે ! જે દુનીયાદારી મા એટલા મશ્ત થય ગયા છીયે કે માહે રમજાન ની રહમતૉ નો ફાયદો ઉપાડવા મા કંઈક કચાશ કરી નાખીયે છીયે  આવો ઇલાહી રહમતૉ ના વરસાદ મા તરબોળ થવા ની કોશિશ કરીયે 
રમજાન ના પવિત્ર મહિના મા કલ્બ ને પાક કરવા માટે (આત્મ શુધ્ધિ)
જિશ્મ ને પાક કરવા માટે (શરીર શુધ્ધિ ) અને ક્લ્બ અને જિશ્મ ની શુધ્ધિ ના આપણી યોગ્યતા મુજબ ના પ્રયાસ કરી ને પછી ઇન્સાનીયત ની ભલાઈ  માનવ કલ્યાણ દ્વારા અલ્લાહ ને રાજી કરવા નો પ્રયત્ન કરીયે 
આવો 
આપણે જ આપણી પરીક્ષા કરીયે 
બીજા ઓ ના આધિપત્ય નો સ્વીકાર મનુષ્ય સ્વભાવ થી વિપરીત છે પરંતુ સ્વ આંકલન દ્વારા આપણી જાત ની આપણી  પોતાની પરીક્ષા લેવી એ તો ખૂબ જ કઠિન કામ છે  
મોટા ભાગે આપણે એવું જ માનતા રહયા છીયે માનતા હોય એ છીયે કે  આપણે જે કામો કરીયે છીયે એ કામો મા કંઈપણ એવુ કામ કરતા જ નથી 
જેના કારણે અલ્લાહ ના ગૂનેહગાર બનીયે અલ્લાહ આપણા આ કામ થી રાજી થશે કે નારાજ થશે ! આ વિચાર જો આવે તો સહુ પ્રથમ આપણુ અને ત્યાર બાદ સમગ્ર ઇનસાનીયત નુ ભલુ જ થશે 
આપણે અલ્લાહ ને મોહબ્બત કરીયે છીયે એ દાવો હોય છે પરંતુ મોહબ્બત ના દાવા મા મોહબ્બત ની દલીલ પણ રજૂ કરવી પડે ને !
  આપણી મોહબ્બત મા વફા કેટલી છે ? અલ્લાહ ને રાજી કરવા માટે આપણે અલ્લાહ ના કેટલા હૂકમો નુ પાલન કરીયે છીયે ? એનુ મનોમંથન આપણે જાતે જ કરવું પડશે 
કલ્બ પાક કરવા ની કોશિશ કરવી છે  ? અર્થ છે
ક્લ્બ ની અશુધ્ધિ દૂર કરવી 
આપણે પણ સમજીયે છીયે કે દુનિયા મા આપણે આવ્યા ત્યાર થી અત્યાર સુધી ના જીવન મા 
કલ્બ ની જન્મ સમયે જે પાક પવિત્ર બેદાગ સ્થિતિ હતી તે આપણા ક્લ્બ ની રૂહ ની સ્થિતિ આજે નથી જ !
આપણા ક્લ્બ મા લોભ લાલચ ઇર્ષા અહંકાર વેર બદલા વ્રુતી નો વધતો ઓછો નાનો મોટો દાગ લાગી ગયો છે 
માહે રમજાન ની પાક ઘડી ઓ આપણા બધા માટે રબ તાલા એ અતા ફરમાવી ક્લ્બ ની પાકી આત્મ શુધ્ધીકરણ માટે એક દિવસ નહી પૂરો એક મહિનો આપ્યો છે એટલે જ માહે રમજાન મા આપણા આત્મા ની શુધ્ધિ  માટે ઇબાદતૉ મા જેટલો વધારે સમય આપવા મા આવે જેટલી ઇબાદતૉ વધુ કરીયે તો આપણા ક્લ્બ પાકી ના પ્રયાસ મા આગળ વધતા જઈએ  ત્યારે  (વધતાં ઓછા અંશે)ક્લ્બ ની પાકી ની શરૂઆત થાય છે 
ક્લ્બ ની પાકી થય રહી છે ક્લ્બ મા પરિવર્તન આવી રહયું છે એની  નિશાનીઓ જાહેર થતી જ હોય છે 
એ નિશાનીઓ આપણા મા ક્યારે જાહેર થાય છે અથવા તો નથી થતી ઓછી વધુ થાય છે એની પરીક્ષા પણ આપણે જાતે જ કરવા ની છે 
ઇનસાન ની ક્લ્બ (રૂહ ) ની હાલત બદલવા લાગે છે ત્યારે સહુ પ્રથમ તો ઇર્ષા મા ઉત્તરોત્તર ઘટાડો થવા લાગે છે ઇર્ષા મા ઘટાડો થતાં ની સાથે જ લોભ લાલચ અહંકાર અને વેર વૃતિ નો પણ  નાશ થવા ની શરૂઆત થવાં લાગે છે અને એનો અનુભવ આપણા સહિત આપણા સાથે રેહનારા પણ કરે છે 
ક્લ્બ પાક કરવા માટે ની શરૂઆત નો મહિનો એટલે માહે રમજાન દૉસ્તૉ રમજાન પૂરો થવા મા છે એટલે ક્લ્બ ની પાકી નો અમલ પણ અટકી જશે  ના ! આ શરૂઆત છે પૂરી જિંદગી માટે ની હવે શરૂ કરેલા આ આત્મ કલ્યાણ અને માનવ કલ્યાણ ના નજાત (મુક્તિ ) દેનારા અમલ ને છોડવો જ નથી 

Editor: