દુનિયામાં ઘણા મઝહબ છે, અને તે તમામે ખુદા માટે લાયક અને લાયક ન હોય તેવી અમુક અમુક સિફતો મુકર્રર કરી છે.  કેટલીક કૌમનો અહેવાલ ખુલાસાથી લખાએલ છે. પણ અમે એ બયાન હાલ મુલતવી રાખી ઇન્શાઅલ્લાહ આગળ મૌકા ઉપર લખીશુ.
ઈન્સાન ની જિંદગી ના અસલ મક્સદ ઇલાહી હૂકમો ઉપર અમલ કરી ને દુનિયા અને આખેરત ની કામયાબી આ મક્સદ ની મંજિલ સુધી પૉહચવા માટે  તેના ઉપર વિચાર કરી સમજવાની કોશિશ કરવી કેમકે દુનિયામાં ભારેમાં ભારે અને વધારે જરૂરત વાળી કોઈ ચીજ છે તો તે ફક્ત મઝહબ (ધર્મ) જ છે. અને દરેક માણસ જ્યારે સમજુ થાય ત્યારે તેને પહેલાં એ જ ખ્યાલ આવે છે કે હું કોણ છું અને શા માટે પૈદા કરવામાં આવેલ છું ? તો એમ વિચાર થતા જ તેના માટે જરૂરી છે કે તે સમજે કે મારે મારા વાસ્તવિક અને સાચા પૈદા કરનારની માઅરેફત હાસિલ કરવી જોઈએ. એ પણ જાણવુ જોઈએ કે તેણે શા માટે પૈદા કર્યો, અને તેની શી ઇચ્છા છે, અને જ્યારે આટલી બાબત સમજે તો એ વિશે દિલમાં વિચાર કરે કે પરવરદિગારે આલમે ખાસ કોઈ હેતુ માટે પૈદા કરેલ છે. અને તે કામ એવુ હોવું જોઈએ કે તે કરવાથી તે મા’બૂદ રાજી અને ખુશ થાય અને ન કરવાથી નારાજ થાય અને એ વિચાર આવતા જ તેની મરજી મુજબ અમલ કરવા ચાહે તો તેની મરજી કેવી છે તે જાણવા માટે કોઈ એક મઝહબ સ્વીકારવો જોઈએ, પણ દુનિયામાં ઘણા મઝહબ છે અને તે તમામ મઝહબ સહી અને ખરા હોઈ શકતા નથી. અને તે તમામ મઝહબોમાં એટલો મતભેદ છે કે દરેકને સાચો કહેવાય નહીં. કેમકે કોઈ કહે છે કે “વહદહૂ લા શરીક” એકજ છે, તો કોઈ કહે છે કે ખુદાને દીકરો છે, તો કોઈ કહે છે કે ખાસ ખુદાની પરસ્તિશ (પૂજા) કરવી જોઈએ, તો કોઈ કહે છે કે ખુદાની મખલૂક જેવી કે આગ, પાણી વગેરેની પણ પરસ્તિશ થઈ શકે છે, કોઈ કહે છે ખુદાને અંગ છે, કોઈ કહે છે ખુદાને અંગ નથી, કોઈ કહે છે ખુદાને જોઈ શકાશે, કોઈ કહે છે ખુદાને કદી નહીં જોઈ શકાય વિ. વિ.
આટલા મતભેદમાં કયો મઝહબ હક અને ખરો છે તે તપાસવાની જરૂર પડે છે તો ઇન્સાનને અપાએલી અક્કલ એવી ઉમદા ચીજ છે કે તે હક અને ઉમદા ચીજને ઓળખી શકે છે તો જ્યારે તમામ મઝાહિબ તરફ વિચાર કરીએ ત્યારે અક્કલ એમ કહે છે કે જે મઝહબમાં એવી પાક પાકીઝગી હોય કે કોઈ જાતનો ઐબ તેમાં જોવામાં આવે નહીં, તેમજ જેને પોતાનો પૈદા કરનાર સમજે તેની પણ સિફતો એવી જ હોવી જોઈએ કે તેમાં કોઈ જાતનું ઐબ કે નુકસાન હોય નહીં. તો એ તમામ બાબતો તપાસતા ઇન્સાફ કરનાર પોતે જ સમજી શકશે કે દુનિયાના તમામ મઝહબોમાં હક (સાચો) મઝહબ કયો છે, કેમકે નમૂના તરીકે કેટલાંક મઝહબોમાં ખુદાની સિફતો કેવી માનવામાં આવે છે તે ઉપર બયાન થઈ અને કેટલીક ઇન્શાઅલ્લાહ આગળ બયાન થશે તેથી સાબિત થાય છે કે જે મઝહબમાં ખુદાએ તઆલાને વહદહૂ લા શરીક માનતા હોય તેને અંગ નથી તેમજ જોઈ શકાશે નહીં એમ સમજતા હોય, તેમજ ખુદાને ફરઝંદ ન હોય, ન તેનો કોઈ ભાગીદાર હોય, તેમજ તે કોઈથી જન્મ પામ્યો ન હોય, અને તે હંમેશાથી છે અને હંમેશા રહેશે અને તેને સંપૂર્ણ શક્તિશાળી માનતા હોય વિગેરે વિગેરે સિફતો જાણતા હોય તે જ મઝહબ હક છે.આ તેહ્‌કીક એટલે  સંશોધન આપણી ફરજ છે સંશોધન દ્વારા સિરાતે મુશ્તકિમ સુધી પોહચીયે અને અલ્લાહ ની મખલૂક મા મોહબ્બત અને ભાઇચારા ને સ્થાપિત કરીયે ઇલાહી આમીન યા અર હમર રાહેમીન.

Editor: