ઈમાન શું છે
ઈમાનદાર ના લક્ષણો કૂરાન એ કરીમ અને હદિસે એહલે બૈત અ.મ.સ ના હવાલાઓ થી
કુરઆને મજીદ :- 
અલ્લાહે ઈમાનને તમારા માટે પ્રિય બનાવ્યું છે, અને તે (ઈમાન)ને તમારા અંતઃકરણોમાં શોભાયમાન કરી રાખ્યું છે. 
- (સૂરએ હોજેરાત આ. ૭)
હદીસો :-
(૧ર૪૫) ઈમાન હકની પૂંજી છે, હક હિદાયતનો માર્ગ છે. તેની તલવાર સંપૂર્ણ સજ્જતા અને દુનિયા તેની લડાઈનું મેદાન છે.
(૧ર૪૬) ઈમાન સાથેના નેક કાર્યો માટે દલીલ રજૂ કરી શકાય છે અને નેક કાર્યો સાથે ઈમાન ઉપર (દલીલ રજૂ કરી શકાય છે) તેથી ઈમાન મારફત જ ઇલ્મનો વિસ્તાર કરી શકાય છે..અને નેક કાર્યો સાથે ફીકહનો ફેલાવો થઈ શકે છે.
(૧ર૪૭) ઈમાન બે અમાનતોમાંથી શ્રેષ્ઠ અમાનત છે.
- હઝરત અલી (અલય્હિસ્સલામ)
કુરઆને મજીદ :-
બદદુઓ કહે છે કે અમે ઇસ્લામ લાવ્યા; (પણ) કહે કે તમે ઈમાન નથી લાવ્યા, બલ્કે તમે એમ કહો કે અમે ઇસ્લામ લાવ્યા, કેમકે ઈમાન તો તમારા અંતઃકરણોમાં હજુ સૂધી પ્રવેશ્યું જ નથી..
- (સૂ. હોજેરાત આ. ૧૪)     
હદીસો :-
(૧ર૪૮) મને રસૂલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વઆલેહી વસલ્લમે ફરમાવ્યું : યા અલી (અલય્હિસ્સલામ), લખો. મેં પુછ્યું : હુઝુર સલ્લલ્લાહો અલય્હે વઆલેહી વસલ્લમ શું લખું ? આપે ફરમાવ્યું : લખો, બિસ્મિલ્લા હિરરહમા નિરરહીમ, ઈમાન એ છે જે દીલોમાં પ્રવેશી જાય અને કાર્યો તેનું સમર્થન કરે. જ્યારે ઇસ્લામ એ છે જે માત્ર જીભ સૂધી મર્યાદીત રહે, અને તેનાથી શાદી-વિવાહ હલાલ થઈ જાય.
- હઝરત અલી (અલય્હિસ્સલામ)
(૧ર૪૯) ઈમાન એ છે જે દિલમાં હોય, જ્યારે ઇસ્લામ એ છે જેના ઉપર નિકાહ અને વારસાનો આધાર હોય છે અને તેનાથી ખૂન સુરક્ષિત રહે છે. ઈમાન ઇસ્લામ સાથે જોડાયેલું છે, જ્યારે ઇસ્લામ ઈમાન સાથે જોડાયેલું નથી.
(૧ર૫૦) ઈમાન સ્વિકાર (ઇકરાર) અને અમલનું નામ છે જ્યારે ઇસ્લામ અમલ વગર (માત્ર) સ્વિકારનું નામ છે.
- હઝરત ઈમામ મોહમ્મદ બાકિર (અલય્હિસ્સલામ)
(૧રપ૧) અબૂ બસીર કહે છે કે : મેં હઝરત ઈમામ જઅફરે સાદિક (અલય્હિસ્સલામ)ને ઈમાન વિશે સવાલ કર્યો, આપે ફરમાવ્યું : અલ્લાહ ઉપર ઈમાન લાવવાનો અર્થ એ છે કે તેની નાફરમાની કરવામાં ન આવે.
મેં અર્ઝ કરી તો પછી ઇસ્લામ શું છે ? આપે ફરમાવ્યું : જે અમારી જેવી ઇબાદત કરે અને અમારી જેમ નફ્સે ઝબીહા (ઇચ્છાઓ ની કુરબાની) કરે.
(૧રપ૨) ઈમાન એ છે કે જે દિલમાં પ્રવેશેલું હોય અને ઇસ્લામ એ છે કે જેના ઉપર નિકાહ અને વારસાનો આધાર હોય છે. તેમજ ખૂન સુરક્ષિત રહે છે.
(૧રપ૩) અલાહનો દીન જેનું નામ ઇસ્લામ છે, તે એ સમયથી અસ્તિત્વમાં છે જ્યારે તમે ન હતા અને એ સમય સૂધી બાકી રહેશે જ્યારે તમારું અસ્તિત્વ નહીં હોય, તેથી જે માણસ ખુદાના દીનનો સ્વિકાર કરે તે મુસલમાન છે અને જે તેના હુકમ પર અમલ કરે તે મોઅમિન છે.
- હઝરત ઈમામ જઅફરે સાદિક (અલય્હિસ્સલામ)
 (૧રપ૪) ઈમાન એક ઝાડ છે, યકીન તેનું મૂળ છે, તકવા તેની ડાળી છે, હયા (શરમ) તેનું નૂર છે અને સખાવત તેના ફળ છે.
- હઝરત અલી (અલય્હિસ્સલામ)
(૧રપ૫) ઈમાનનું મૂળ ઇલાહી હુકમોની સામે માથું ઝુકાવી દેવું તે છે.
- હઝરત અલી (અલય્હિસ્સલામ)
 (૧રપ૬) કિંમતી કપડા પહેરવાથી, તમન્નાઓ અને આરઝુઓથી ઈમાન મેળવી શકાતું નથી. બલ્કે ઈમાન એ હોય છે કે દીલમાં ખુલુસ હોય અને કાર્યો તેનું સમર્થન કરે.
- હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલય્હે વઆલેહી વસલ્લમ઼
(૧રપ૭) ઈમાન દીલની મઅરેફત, જીભથી કહેવું અને તેના હુકમો પર અમલ કરવાનું નામ છે.
- હઝરત અલી (અલય્હિસ્સલામ)
(૧રપ૮) ઈમાન દીલનો અકીદો, જીભથી સ્વિકાર અને શરીરના અવયવોથી અમલ કરવાનું નામ છે.
- હઝરત ઈમામ રઝા (અલય્હિસ્સલામ)
(૧રપ૯) ઈમાન જીભથી સ્વિકાર, અમલથી કાર્ય અને અક્કલની સાથે મઅરેફતનું નામ છે.
- હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલય્હે વઆલેહી વસલ્લમ
(૧ર૬૦) ઈમાન જીભથી સ્વિકાર અને શરીરના અવયવોથી અમલનું નામ છે.
- હઝરત અલી (અલય્હિસ્સલામ)
(૧ર૬૧) ઈમાન દીલ અને જીભની સાથે હોય છે. તેમાં નફસ અને માલને છોડવો પડે છે.
- હઝરત રસૂલે અકરમ સલ્લલલાહો અલય્હે વઆલેહી વસલ્લમ
 (૧ર૬૨) ઈમાન (એ ખાસ પ્રકારના) ખાલીસ અમલનું નામ છે.
- હઝરત અલી (અલય્હિસ્સલામ)
(૧ર૬૩) ઈમાન હરામ કામોથી પાકદામની તેમજ લાલચ અને તમ્અ (લોભ, અભિલાષા)થી મુક્ત રહેવાનું નામ છે.
(૧ર૬૪) ઈમાન સબ્ર અને સખાવતનું નામ છે.
(૧ર૬૫) ઈમાનના બે ભાગ છે : સબ્ર અને શુક્ર.
- હઝરત રસૂલે અકરમ સલ્લલાહ 

Editor: