(૧ર૬૮) ઈમાનની હકીકત એ છે કે હકને બાતિલ ઉપર અગ્રતા આપો, ભલે પછી હકથી તમને નુક્સાન થતુ હોય અને બાતિલથી ફાયદો થતો હોય. - હઝરત અલી (અલય્હિસ્સલામ)
(૧ર૬૯) ત્રણ બાબતો ઈમાનની હકીક્તમાંથી છે. નાદારીની હાલતમાં (રાહે ખુદામાં) ખર્ચ કરવો, પોતાની જાત વિશે લોકો સાથે ઇન્સાફ કરવો અને તાલિબે ઇલ્મ માટે ઇલ્મની બક્ષિસ કરવી. - હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલય્હે વઆલેહી વસલ્લમ઼
(૧ર૭૦) એક માણસે હઝરત રસૂલે ખુદા (સલ્લલ્લાહો અલય્હે વઆલેહી વસલ્લમ) પાસે આવીને અર્ઝ કરી : યા રસૂલલ્લાહ ! હું આપની પાસે આવ્યો છુ જેથી ઇસ્લામ ઉપર આપની બયઅત કરૂં.
આં હઝરત (સલ્લલ્લાહો અલય્હે વઆલેહી વસલ્લમ) એ ફરમાવ્યું : હું તારી પાસેથી એ વાત ઉપર (એ શરતે) બયઅત લઉં છું કે તું તારા પિતાને કત્લ કરે. તેણે કહ્યું : ભલે, આ સાંભળીને સરકારે રિસાલત સલ્લલ્લાહો અલય્હે વઆલેહી વસલ્લમે ફરમાવ્યું : અમે તમને તમારા પિતાને કત્લ કરવાનો હુકમ આપતા ન હતા, પરંતુ તમારામાં ઈમાનની હકીકત જોવા માંગતા હતા, મને એ વાતની જાણ થઈ ગઈ છે તમે ખુદા સિવાય બીજા કોઈને તમારા વિશ્ર્‌વાસપાત્ર મિત્ર બનાવતા નથી.
- હઝરત ઈમામ જઅફરે સાદિક (અલય્હિસ્સલામ)
(૧ર૭૧) એક દિવસ સવારે રસૂલે ખુદા (સલ્લલ્લાહો અલય્હે વઆલેહી વસલ્લમ)ની હારીસ સાથે મુલાકાત થઈ... આપ સલ્લલ્લાહો અલય્હે વઆલેહી વસલ્લમે પુછ્યું : હારીસ ! તમે સવાર કઈ રીતે કરી ?
તેણે કહ્યું : મેં સાચા મોઅમિન તરીકે સવાર કરી. રસૂલે પાક (સલ્લલ્લાહો અલય્હે વઆલેહી વસલ્લમ)એ ફરમાવ્યું : દરેક મોઅમિનની એક હકીકત હોય છે, તમારા ઈમાનની હકીકત શું છે ?
તેણે કહ્યું : હું દુનિયાથી મુખ ફેરવી ચુક્યો છું, રાત્રે જાગું છું (ઇબાદત કરૂ છું) અને દિવસે તરસ્યો રહું છું. (રોઝા રાખું છું.)
- હઝરત ઈમામ જઅફરે સાદિક (અલય્હિસ્સલામ)
(૧ર૭૨) પયગમ્બરે ઇસ્લામ (સલ્લલ્લાહો અલય્હે વઆલેહી વસલ્લમ)ને એક વખત પ્રવાસમાં કેટલાક ઘોડે સવાર માણસો સાથે મુલાકાત થઈ. આપે તેઓને પુછ્યું : તમે કોણ છો ? તેઓએ કહ્યું : અમે મોઅમિન છીએ. હુઝુર સલ્લલ્લાહો અલય્હે વઆલેહી વસલ્લમે પુછ્યું : તમારા ઈમાનની હકીકત શું છે ? તેઓએ કહ્યું : ખુદાની કઝા (નિર્ણય) પર રાજી રહેવું, ખુદાના હુકમની સામે માથું ઝુકાવી દેવું અને પોતાના તમામ કાર્યો ખુદાને સોંપી દેવા. આ સાંભળીને સરકારે રિસાલત મઆબ સલ્લલ્લાહો અલય્હે વઆલેહી વસલ્લમે ફરમાવ્યું : આ લોકો આલિમો અને હિકમતવાળાઓ છે. અને હિકમતની દ્રષ્ટિએ નબીઓથી નઝદીક છે. પછી તે લોકોને સંબોધીને ફરમાવ્યું : જો તમે તમારી વાતમાં સાચા હો તો જે ઘરોમાં તમારે રહેવાનું નથી તેને બનાવો નહીં, જે તમારે ખાવાનું નથી તેને એકઠું ન કરો. અને એ ખુદાનો તક્વો ઇખ્તેયાર કરો જેની તરફ તમારે પાછા ફરવાનું છે.
 (૧ર૭૩) દરેક બાબતનો એક હકીકત હોય છે, અને (ઈમાનની) હકીકત સૂધી ઇન્સાન એ સમય સૂધી પહોંચી શકતો નથી જ્યાં સૂધી તેને એ વાતનું ઇલ્મ ન થઈ જાય કે જે વસ્તુ તેના સૂધી પહોંચી છે તે તેનાથી દૂર થઈ શકવાની નથી. અને જે વસ્તુ તેનાથી દૂર થઈ ગઈ છે તે તેના સૂધી પહોંચી શકતી નથી.
(૧ર૭૪) અય અબૂઝર ! તમે ઈમાનની હકીકત સુધી પહોંચી શકવાના નથી, જ્યાં સૂધી તમે એ વાત જાણી ન લ્યો કે તમામ લોકો દીનના મામલામાં મુર્ખ અને દુનિયાના મામલામાં અકલમંદ છે.
(૧ર૭૫) બંદો એ સમય સૂધી ઈમાનની હકીકતથી મુસ્તહક હશે (સાચા અર્થમાં મોઅમિન કહેવાશે) જ્યાં સૂધી તે અલ્લાહના ગઝબથી દૂર અને અલ્લાહના રાજીપાથી નજદીક રહેશે.
(૧ર૭પ) તમારામાંથી કોઈ માણસ એ સમય સૂધી ઈમાનની હકીકત સૂધી પહોંચી નહીં શકે જ્યાં સૂધી તે પોતાનાથી દૂરતરીન ... માણસને રાહે ખુદામાં દોસ્ત ન રાખે અને પોતાના સહુથી નઝદીકના માણસને રાહે ખુદામાં દુશ્મન ન રાખે.
- હઝરત ઈમામ જઅફરે સાદિક (અલય્હિસ્સલામ)
(૧ર૭૭) તમારામાંથી કોઈ માણસ ઈમાનની હકીકત સૂધી એ સમય સૂધી પહોંચી શકતો નથી જ્યાં સૂધી તેનામાં આ ત્રણ સિફતો ન હોય. એટલે કે તે મૌતને જીંદગી કરતા, ફકીરી અને તંગદસ્તીને તવંગરી કરતા અને બીમારીને તંદુરસ્તી કરતા વધારે પસંદ ન હોય.અમે કહ્યું : એવું કોણ હોઈ શકે છે ? ઇમામ (અલય્હિસ્સલામ)એ ફરમાવ્યું : તમે બધા. પછી ફરમાવ્યુંઃ તમારા માટે કઈ વસ્તુ બહેતર છે ? શું બીમારી અને દુશ્મનીમાં જીવન ? અમે જવાબ આપ્યો : ખુદાની કસમ, આપની મોહબ્બતમાં મૌત અમને સૌથી વધારે પસંદ છે. ઇમામે ફરમાવ્યું : એવી જ રીતે ફકીરી અને તંગદસ્તીનું છે, મેં કહ્યું : ખુદાની કસમ, બિલ્કુલ સાચી જ વાત છે.
- હઝરત ઈમામ મોહમ્મદ બાકિર (અલય્હિસ્સલામ)
 (૧ર૭૮) કોઈ બંદા ઈમાનની મંઝિલ સૂધી એ સમય સૂધી સાચી રીતે પહોંચી શકતો નથી જ્યાં સૂધી તે ભરોસા અને (સંપૂર્ણ) આત્મવિશ્ર્‌વાસની મંઝિલ સૂધી પહોંચી ન જાય, (અને એ વાત જાણી લે કે) જે કાંઈ ખુદાના હાથમાં છે તે બધું તેનાથી વધારે ભરોસાપાત્ર છે. જે કાંઈ ખુદ તેના પોતાના હાથમાં છે.
- હઝરત અલી (અલય્હિસ્સલામ)
(૧ર૭૯) તમારે એ વાત જાણી લેવી જોઈએ કે ખુદાના બંદાઓમાંથી કોઈ બંદો એ સમય સૂધી મોઅમિન બની શકતો નથી જ્યાં સૂધી કે તે ખુદાની રઝા ઉપર રાજી ન હોય અને પોતાની અંગત પસંદગીની પરવા ન કરે.
(૧ર૮૦) તમે એ સમય સૂધી મોઅમિન બની શકતા નથી જ્યાં સૂધી તમે ખુદાથી ડરનારા અને તેની પાસેથી આશા રાખનારા ન બની જાવ, તમારામાં આ સિફત એ સમય સૂધી પૈદા થઈ શક્તી નથી જ્યાં સૂધી ડર અને આશાની સાથે અમલ બજાવી ન લાવો.
- હઝરત ઈમામ જઅફરે સાદિક (અલય્હિસ્સલામ)
(૧ર૮૧) કોઈ બંદો એ સમય સૂધી મોઅમિન થઈ શકતો નથી કે જ્યાં સૂધી જે ભલાઈની વાત પોતાના માટે પસંદ કરતો હોય તે જ વાત લોકો માટે પસંદ કરે.
- હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલય્હે વઆલેહી વસલ્લમ
(૧ર૮૨) કોઈ મોઅમિન એ સમય સૂધી (સાચો) મોઅમિન બની શકતો નથી જ્યાં સૂધી એ પોતાના (મોઅમિન) ભાઈ માટે એક શરીર સમાન બની ન જાય. જ્યારે શરીરની કોઈ એક રગને તકલીફ પહોંચે છે ત્યારે બધી રગોને તેની (તકલીફની) અસર થાય છે.
- હઝરત ઈમામ જઅફરે સાદિક (અલય્હિસ્સલામ)
(૧ર૮૩) ઇન્સાન એ સમય સૂધી મોઅમિન બની શકતો નથી જ્યાં સૂધી તેનું દિલ તેની જીભની સાથે એકરૂપ ન થઈ જાય. જીભ દિલની મિત્ર ન થઈ જાય, તેનો કૌલ અને અમલ (કરણી અને કથની) એક સરખા ન હોય તથા તેના પાડોશી તેની તકલીફોથી સુરક્ષિત હોય.
- હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલય્હે વઆલેહી વસલ્લમ
 (૧ર૮૪) ઈમાન અને અમલ બે જોડીયા ભાઈઓ સમાન છે, ખુદાવંદે આલમ બેમાંથી કોઈ એકને કબૂલ કરતો નથી.
(૧ર૮૫) ઈમાન અમલ વગર અને અમલ ઈમાન સિવાય કબૂલ થવાને પાત્ર નથી.
(૧ર૮૬) ઈમાન સ્થિર છે અને અમલ વધતો ઘટતો રહે છે.
- હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલય્હે વઆલેહી વસલ્લમ
(૧ર૮૭) મલઉન છે, મલઉન છે એ માણસ કે જે એમ કહેતો હોય કે અમલ વગરનું ઈમાન પણ કબૂલ થાય છે.
(૧ર૮૮) જો ઈમાન ફક્ત જીભથી સ્વિકારવાનું નામ હોત તો પછી નમાઝ, રોઝા અને હલાલ-હરામ નાઝીલ કરવાની જરૂરત રહેત નહીં.
(૧ર૮૯) ઈમાન એ સંપૂર્ણ રીતે અમલનું જ નામ છે, અને કૌલ પણ અમલ જ છે. જે ખુદા તરફથી ફર્ઝ કરવામાં આવ્યું છે, અને જેને અલ્લાહે પોતાની કિતાબમાં સપષ્ટ કરી દીધું છે.
(૧ર૯૦) જો બંદો જીભથી હકનો સ્વિકાર કરે અને તેના પર અમલ પણ કરે, પરંતુ તેનો દિલી અકીદો એમ ન હોય કે તે હક છે તો તેનાથી કોઈ ફાયદો થશે નહીં.
- હઝરત ઈમામ જઅફરે સાદિક (અલય્હિસ્સલા

Editor: