*સમસ્ત માનવતા ને "ઈદ મુબારક "*
પવિત્ર માહે મુબારક રમજાન ના ૩૦ રોજા પૂરા થયા 
આજે રૉજદારૉ તક્વા પરહેજ સાથે પૂરા વિશ્વાસ અને મેહનતૉ મશ્કતૉ થી રમજાન મા ઈબાદતે ઇલાહી દ્વારા અલ્લાહ ની રેહમતૉ ની શુક્ર ગુજારીકરી  ચુક્યા અલ્લાહ ની ખુશીઓ મા પોતાની ખુશીઓ કૂરબાન  કરનારાઓ ને ખાસ ઈદ મુબારક 
ઈદ ની ખુશીઓ મા આપણે આપણા ભાગે આવેલા કર્તવ્ય અને જવાબ દારી ઓ ને પણ યાદ રાખીયે 
એક પુત્ર તરીકે માઁ અને બાપ ની ઈદ બનીયે 
એક ભાઈ તરીકે બહેનો ની ઈદ બનીયે 
એક પતિ તરીકે આપણી પત્ની ની ઈદ બનીયે 
એક માઁ અને બાપ તરીકે બાલકો ની ઈદ બનીયે
જે  મોહલ્લા માઁ રહીયે છીયે ત્યાઁ પાડોશીઓ ની ઈદ બનીયે 
જે શહેર મા રહીયે છીયે તે શહેર ની ઈદ બનીયે
ભાઈ ઓ બહેનો માઁ ઓ જે દેશ મા રહીયે છીયે એ દેશ ની ઈદ બનીયે !!!!!
ફક્ત રમજાન માસ ના એકત્રીસ મા દિવસે જ નહી 
જ્યાં પણ રહીયે આપણી હાજરી આપણી સાથે રેહનારા દેશ વાસીઓ માટે ઈદ બની જાય એવી ઈદ બનીયે 
એક પાક મુસલમાન એક ઈમાનદાર મુસલમાન જ્યાં પણ રહે ત્યાઁ વાતાવરણ સુગંધિત થય જાય એક મુસલમાન ની હાજરી થી જ વિશ્વાસ પ્રેમ કરુણા માનવતા સભર ઉધ્યાન મેહ્‌કી ઉઠે ત્યારે જ મારા તમારા અને આપણા માટે "ઈદ" મુબારક થશે  
આજ ના ફીત્ના ફસાદ ના દૌર મા પ્રત્યેક મુસલમાન ને શંકા અને અવિશ્વસનીય પાત્ર તરીકે આખી દુનિયા જોઈ રહી છે ત્યારે!
આવો આપણે આપણી ગઈકાલ ની વિશ્વસનિયતા ને ફરી સ્થાપિત કરીયે અને સમગ્ર વિશ્વ ના વાતાવરણ ને "ઈદ" બનાવવા મા સહુ પ્રથમ આપણે જ એક ઉદાહરણ બનીયે 
આપણા દેશ ની શાંતિ સમૃદ્ધિ અને સુરક્ષા માટે આપણુ સમ્પુર્ણ યોગદાન આપીયે અલ્લાહ કરીમ ની બારગાહ મા દુવા છે એ સમગ્ર જગત ના પાલનહાર !!!!!
માહે રમજાન ની ઇબાદતૉ ના બદલા મા 
એ મારા  અલ્લાહ...મારા દેશ મહાન ભારત ને સુખ શાંતિ સમૃદ્ધિ નુ વિશ્વ પ્રતીક બનાવી દે 
શાંતિ એટલે ભારત સમૃદ્ધિ એટલે ભારત માનવો માટે નુ પ્રુથ્વી પર ની જ્ન્નત બનાવી દે  મારા દેશ ભારત ને...
પ્રત્યેક ભારતીય મુસલમાન બીજા ભારતિય ભાઈ ઓ બહેનો અને માતાઓ માટે દેશ માટે પોતાના  તન મન ધન થી દેશ ઉન્નતિ માટે પોતપોતાની શક્તિ મુજબ નુ યોગદાન આપે એજ દુવા છે આજ ના દિવસે સમગ્ર ભારત ના ભાઈઓ અને બહેનો ને આજ તોહ્‌ફો છે ભારત ના મુસલમાનો તરફ થી "ઈદ મુબારક " : સૈયદ રફીક બાપુ લીમડા વાલા.

Editor: