આજનાં યુગમાં કોમ્પ્યુટર વગર રહેવું અશકય છે. ધંધો હોય કે નોકરી, બેંક હોય કે હોસ્પિટલ બધેજ કોમ્પ્યુટરાઈઝડ થઈ ગયું છે. આથી કોમ્પ્યુટરની આપણે અવગણના ન કરી શકીએ  કારણ કે તેનાથી જ ગ્લોબલાઈઝેશન શકય થયું છે અને કોમ્પ્યુટર થકી જ આપણી લાઈફ સરળ બની છે. પણ આ કોમ્પ્યુટર આપણી આંખોને નુકસાન પણ પહોંચાડી શકે છે. સતત કોમ્પ્યુટરનો વપરાશ કરવાથી થતી તકલીફોનું નામ છે કોમ્પ્યુટર વિઝન સીન્ડ્રોમ, જેમાં આંખની સાથે સાથે શરીર અને મન પર પણ થાક લાગે છે. જે લોકો ત્રણ - ચાર કલાકથી વધુ કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોય તે લોકોને આંખની તકલીફ થવાનું જોખમ વધુ રહે છે. આજકાલ બાળકોથી લઈ વડિલો પણ કોમ્પ્યુટર, મોબાઈલ સહિતના ઉપકરણોનો ઉપયોગ કરતા થયા છે. પ્રથમ આંખોને ટેલિવિઝનથી નુકસાન થવાની ભીતિ રહેતી પણ હવે હાઈટેક યુગમાં કોમ્પ્યુટર, મોબાઈલ, વીડીયોગેઈમ્સ, ટેબલેટ, લેપટોપ તેમજ અનેકવિધ ગેઝેટસ આપણી નીલી આંખોના દુશ્મન છે.
એક સર્વે મુજબ કોઈપણ સોફટવેર કંપનીમાં ૭૫ ટકા લોકો કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમનો ભોગ બને છે. ભારતભરમાં અંદાજિત એકાદ કરોડ લોકો આ આંખની તકલીફથી પીડાય છે જેમાં દર વર્ષે ૧૦ લાખ લોકોનો ઉમેરો થાય છે.
જો વધુપડતું કામ કોમ્પ્યુટર પર આધારિત છે અને જો સતત ત્રણ કલાકથી વધુ સમય સુધી  કોમ્પ્યુટર પર કાર્ય કરો છો તો ચેતવાની જરૂર છે. કારણ કે એક નવા સંશોધન અનુસાર સતત કોમ્પ્યુટર પર બેસવાને કારણે આપણા આરોગ્ય સામે જોખમ ઉભું થાય છે તેવું જાણાવવામાં આવ્યું છે
  આજના આધુનિક સમયમાં કોમ્પ્યુટર આપણા જીવનનું એક અભિન્ન અંગ થઇ ગયું છે, જીવનના દરેક ક્ષેત્રે જાણે કે કોમ્પ્યુટરનું મહત્વ વધુ પડતું થઇ ગયું છે, જો કે સતત કોમ્યુટર સામે બેસી રહેવાથી આપણા  શરીરને મોટું નુકસાન પણ થવાની સંભાવના રહે છે, હાલમાં જ થયેલા એક નવા અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે જો તમે સતત ત્રણ થી ચાર કલાક કોમ્પ્યુટરની સામે બેસી રહો છો તો તેના કારણે તમારી આંખોને સમસ્યા થઇ શકે છે.
  જોન રીટાનો અમેરિકાની એક કોલેજમાં ઇતિહાસના પ્રોફેસર છે, તેમણે ઇતિહાસની ઘણી શ્રેષ્ઠ કહી શકાય તેવી બુક્સ લખી છે અને તેઓ કોમ્પ્યુટર પર વધુ સમય વિતાવે છે. ક્યારેક ક્યારેક તો તેઓ આખો દિવસ કોમ્પ્યુટર પર બેસી રહે છે. તેમણે એવું જણાવ્યું હતું કે કોમ્પ્યુટર સામે બેસી રહેવાથી તેમની આંખોમાં બળતરા થવા માંડી હતી અને તેના કરને કામ કરવાનું મુશ્કેલ બનવા માંડ્યું હતું. થોડીવાર આરામ કરતા રાહત મળતી હતી પણ કોમ્પ્યુટર પર કામ કરવા માટે બેસતાની સાથે ફરી સમસ્યા થવા માંડતી.
રીટાનો કોમ્પ્યુઝન વિઝન સિન્ડ્રોથી પીડાતી હોવાનું જાહેર થયું છે, એવું નથી કે તેઓ એવી એકલી મહિલા છે કે જેને આ સિન્ડ્રોમ લાગુ પડ્યો હોય કોઈ પણ વ્યક્તિ ત્રણ કલાકથી વધુ સમય કોમ્પ્યુટર પર ગાળે છે તેણે આ સમસ્યા થઇ શકે છે. વિશ્વભરમાં ૭ કરોડથી વધુ વર્કસને કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમનું જોખમ છે.
નાયજીરીયા અને બોત્સવાના આઈ કેર સ્પેશીયાલીસ્ટસના એક રીપોર્ટ અનુસાર આ સિન્ડ્રોમથી પ્રભાવિત થનારા લોકોની યાદીમાં એકાઉન્ટન્ટસ, આર્કિટેક્સ, બેન્કર્સ, એન્જીનિયર્સ,ફ્લાઈટ કંટ્રોલસ, ગ્રાફિક આર્ટીસ્ટ, જર્નાલીસ્ટસ, એકેડમિશન્સ, સેક્રેટરીઝ અને વિદ્યાર્થીઓ સામેલ છે, આ લોકો એવા છે કે જેમને કોમ્પ્યુટર વગર ચાલતું નથી.  
આજ પ્રમાણે જો મોબઈલનો વધુ પડતો ઉપયોગ કરતા હોવ અને મોબઈલ ફોન સતત હાથમાં જ રહેતો હોય તો સાવચેત થઇ જજો, કારણકે એક નવું રીસર્ચ કહે છે કે વધુ પડતો મોબઈલનો ઉપયોગ કેન્સરને નોતરી શકે છે. 
 આજના આધુનિક સમયમાં મોબાઈલનો ઉપયોગ મોટાભાગના લોકો કરે છે અને ઘણા લોકો મોબાઈલે એ રીતે યુઝ કરે છે કે જેના કારણે સતત ફોન તેમના હાથમાં ને હાથમાં જ રહે છે. જો તમે તમારો વધુ પડતો સમય મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં કાઢતા હોવ તો તમારે સાવચેત થવાની જરૂર છે.કારણકે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ આપણા આરોગ્ય પર ગંભીર અસર નાખી શકે છે. હાલમાં થયેલા એક રિસર્ચમાં એવું જાણવા મળ્યું છે કે મોબાઈલના કારણે કેન્સર થઇ શકે છે.
  આ રીસર્ચ અમેરિકન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે, મોબાઈલની આરોગ્ય પર શું અસર પડે છે એ જાણવા માટે નેશનલ ટોક્સીકોલોજી પ્રોગ્રામના સંશોધકોએ ઉંદરો પર એ પ્રકારની રેડીઓ ફ્રિકવન્સીનો ઉપયોગ કર્યો હતો જે સામાન્યપણે મોબાઈલ ફોનમાંથી નીકળે છે. આ રેડીઓ ફ્રિકવન્સીના કારણે ઉંદરોના મગજ અને હદયમાં બે પ્રકારના ટ્યુમર જોવા મળ્યા જતા, તો બીજી તરફ જે ઉંદરોને તેનાથી દુર રખાયા હતા તેમાં આવા ટ્યુમર જોવા મળ્યા નહોતા.
  આ અભ્યાસના બે વર્ષના સમયગાળા દરમિયાન ૨૫૦૦ ઉંદરોને રેડીઓ ફ્રિકવન્સી સામે એક્સપોઝ કરાયા હતા અને તેમના પર તેની શું અસર થઇ તે જોવાયું હતું. આ અભ્યાસની સાથે બહાર પડાયેલા એક રીપોર્ટમાં  કહેવાયું હતું કે વિશ્વભરમાં જે પ્રકારે તમામ વયજૂથના લોકો વચ્ચે વ્યાપક રીતે મોબાઈલ ફોનનો ઉપયોગ થઇ રહ્યો છે તેને ધ્યાને લેતા એવું માની શકાય કે રેડીઓ ફ્રિકવન્સીના પ્રભાવ આરોગ્ય પર વ્યાપક અસર પડી શકે છે.  
આજના હાઈટેક યુગમાં કોમ્પ્યુટર, મોબાઈલ કે અન્ય ગેઝેટસ યોગ્યરીતે અને કાળજીપૂર્વક ઉપયોગ કરવામાં આવેતો જેમકે તમારી ખુરશી તથા ટેબલની હાઈટ એવી રીતે એડજસ્ટ કરો જેથી કોમ્પ્યુટરની સ્ક્રીન તમારી આંખોથી વીસ ડિગ્રી એંગલથી નીચી હોય, દરરોજ માથા-કમરનો દુઃખાવો લાંબો ટાઈમ સુધી રહે તો અલ્ટમેટીવ ટેફી જેવી કે યોગા કે ધ્યાન કરવાથી પણ ઘણો ફાયદો થાય છે. અંતમાં જેના વગર જીવવું મુશ્કેલ હોય તેની સાથે સારી રીતે જીવતા શીખી લેવું જોઈએ માટે જ કોમ્પ્યુટરનો ઉપયોગ યોગ્ય રીતે કરીએ તો તેનાથી ઉદ્ભવતી તકલીફો આપણને નુકસાન નહીં કરી શકે.

Editor: