સાયન્સ અને ટેકનોલોજીએ આજે વિશ્વની કાયા પલટ કરી નાખી છે.રોબોટ જેવી આવિશકારી શોધના કારણે આજે દુનિયાના કામ સહેલાઈથી થઈ શકેછે.ભારત દેશ પણ ટેકનોલોજીના ક્ષેત્રમાં વિશ્વના દેશની સાથે હરિફાઈ કરી રહ્યુ છે.
સર્જન ની ગહનતા નું રહસ્ય એ વિજ્ઞાન છે.સ્વયંની ગહનતા નું રહસ્ય આધ્યાત્મિકતા છે.   ટેક્નોલોજી નો ઉદેશ્ય માનવ જીવન આરામ દાયક બનાવવાનો છે.જયારે આધ્યાત્મિક મૂલ્યો-માનવીય મૂલ્યો ને નઝર-અંદાજ કરવા મા આવે ત્યારે ટેકનોલોજી સુવિધાને બદલે ભય અને વિનાશ નોતરે છે. 
માનવીય મૂલ્યો વિહીન ટેકનોલોજી પ્રકૃતિ ને એક પ્રદાર્થ તરીકે નિહાળે છે. છે.વિજ્ઞાન એ પ્રકૃતિને ઊંડાણ પૂર્વક સમજવાની તક આપે છે.અને આધ્યાત્મિકતા પ્રકૃતિને જીવંત બનાવે છે. પરંતુ કોઈ  તનાવયુક્ત માનવની નજરે જીવતો માણસ પણ રોબોટ જેવો એક નિર્જીવ પ્રદાર્થ  છે 
રોબોટને આપણે વિજ્ઞાન નો ચમત્કાર ગણતા હોત તો જાણીલો કે એક નવો ચમત્કાર તેમાં ઉમેરવા જઈ રહ્યો છે.અને તે અનુસાર હવે તેમને એ રીતે પ્રોગ્રામ કરવામાં આવી રહ્યા છે કે તેઓ માનવી જેવા હાવભાવ અનુભવી શકશે. રોબોટને એ રીતે પ્રોગ્રામ કરશે તો તેનું શું પરિણામ આવશે તે જાણવું ઘણું અગત્યનું છે.
  જો રોબોટ માનવી જેવી સંવેદના અનુભવી શકે એ પ્રકારે પ્રોગ્રામ કરવામાં આવી રહ્યા છે હવે એવા રોબોટ તૈયાર કરવામાં આવ્યા છે કે જે માનવીઓ ની જેમ દુઃખ અને પીડા અનુભવી શકે છે. અને તે પ્રમાણે પ્રતિક્રિયા આપી શકે છે.આ રોબોટ એવા છે કે જે હાવભાવ વાંચી લે છે.અને તે આપણી વાતોને પણ સમજી શકે છે. વળી જો જોખમ આવી પડે તો તેઓ પોતાને બચાવી પણ શકશે. આ રોબોટ બનાવ્યો છે કેનેડાના હનોવર સ્થિત લેબ્રનીઝ યુનીવર્સીટીએ આ  યુનીવર્સીટી ની ટીમ નું કહેવું છે કે આ રોબોટ્‌સ કોઈ પણ પીડા ને અનુભવી શકે છે. અને તેના પર પ્રતિક્રિયા પણ આપી શકે છે. સંશોધક નું કહેવું છે કે માનવીની પીડા માટે માનવીની જે સીસ્ટમ છે. જે તેમની સુરક્ષા કરે છે.માનવી  સાવધાન થઇ જાય તો બચી જાય છે.
     આ રોબોટ બાબતે સ્વીડન ના પાટનગર માં આવેલી ૈંઈઈઈ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન રોબોટિક ઓટોમેશન માં માહિતી આપવામાં આવી હતી. જેમાં એવું કહેવાયુ હતું કે વિજ્ઞાન હવે એવી સિસ્ટમ વિકસિત કરવા તરફ જઈ રહ્યું છે કે જેમાં પીડા અનુભવી ને રોબોટ પોતાની સુરક્ષા કરી શકે સંશોધકોને  એવી આશા છે કે જયારે આવા રોબોટ સંપૂર્ણપણે વિકસિત થઇ જશે ત્યારે તેઓ માનવીના ખભા સાથે ખભો મેળવીને કામ કરી શકશે.    
    એક વૈજ્ઞાનાનિકે નવી જ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેમણે રોબોટની સ્કિન તૈયાર કરી છે. જેના કારણે રોબોટને માનવી જેવો રૂપ આપવામાં સરળતાં રહેશે. બ્રિટનમાં રહેતા ડો.દહિયાને ત્યાંની સરકાર તરફથી પ્રોત્સાહન મળ્યું હતું. તેમને રોબોટ માટેની સ્કિન તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમનો મુખ્ય લક્ષ રોબોટને મનુષ્ય જેવું રૂપ આપવાનો છે. હાલમાં ભારત જેવા દેશોમાં રોબોટનો ઉપયોગ કોઇ ખાસ નથી થઇ રહ્યો પરંતુ પશ્ચિમી દેશોમાં રોબોટનો ઉપયોગ વિશેષ કરવામાં આવે છે. ત્યાંના દેશોમાં રસોડાંથી લઇ ઓફિસના તમામ કામોમાં રોબોટનો ઉપયોગ કરવામાં આવે છે. ફેકટરીમાં પણ એટલોજ રોબોટ નો ઉપયોગ કરવામાં સફળ રહ્યો છે.
     રોબોટની સ્કિન તૈયાર કરતાં તે પણ માનવીની જેમ ઠંડી અને ગરમીનો અનુભવ કરી શકશે. તેમજ તે કોઇ પણ વસ્તુ ઉપાડવા માટે પણ સક્ષમ હશે. તેમના અનુસાર, આગામી વર્ષોમાં પશ્ચિમી દેશોમાં વૃધ્ધોની સંખ્યા ઝડપથી વધી જશે. જેથી ત્યાં આગામી સમયમાં તે દેશોમાં યુવાનોની સંખ્યા ઓછી થઇ જશે. તે સમયે રોબોટનો ઉપયોગ કરવામાં આવશે. આથી તેવી સ્થિતિમાં રોબોટ તમામ સંવેદનાઓ અનુભવી શકે તે જરૂરી છે. ડો. રવિન્દ્ર દહિયાએ જે પણ સફળતા મેળવી છે તે રોબોટ સ્કિન ક્ષેત્રે હંમેશા નોંધનીય રહેશે.
પ્રાચીન ભારતીય પદ્ધતિ હવે આધુનિક ટેકનોલોજી બની પરત આવી સમુદ્રમાં રોબોટ ઉતારી ભારતીય ચોમાસાની આગાહી થશે ભારત માટે નૈઋત્યનું ચોમાસું અતિ મહત્વનું રહ્યું છે અને એક વખત ચોમાસું નિષ્ફળ જાયતો પાણીની કેવી સમસ્યા સર્જાય છે તે આપણે અનુભવ કર્યા છે. હાલ પણ ચોમાસું ખેચાતા પાણીની સમસ્યા તેટલી વધુ ખેચાઈ છે પણ હવે વરસાદ ચોમાસાની ચોકકસ આગાહી કરવા સમુદ્રમાં રોબોટ ઉતારીને  ભારત અને બ્રિટનના વૈજ્ઞાનિકોએ આ પ્રોજેકટ અમલી બનાવ્યો છે. તેઓના મત સમુદ્રના પાણીમાં થતા રંગ સહિતના ફેરફારો- માછલીઓના સ્થળાંતર એ ચોમાસાની આગાહી માટે વધુ ચોકકસ માની શકે છે. ભારતનો કૃષિ વ્યવસાયમાં પચાસ ટકાથી વધુ ક્ષેત્ર જુલાઈથી સપ્ટેમ્બરના વરસાદ પર આધાર રાખે છે.આવી અધતન ટેકનોલોજીથી ઘણાં ક્ષેત્રમાં રોબોટના ઉપયોગથી સફળતા સાથે ઓછા સમયમાં વધારે ઓઉટપુટ મેળવી શકાશે.

Editor: