સાયન્સ અને ટેકનોલોજીએ આજે વિશ્વની કાયા પલટ કરી નાખી છે.રોબોટ જેવી આવિશકારી શોધના કારણે આજે દુનિયાના કામ સહેલાઈથી થઈ શકેછે.ભારત દેશ પણ ટેકનોલોજીના ક્ષેત્રમાં વિશ્વના દેશની સાથે હરિફાઈ કરી રહ્યુ છે.
સર્જન ની ગહનતા નું રહસ્ય એ વિજ્ઞાન છે.સ્વયંની ગહનતા નું રહસ્ય આધ્યાત્મિકતા છે.   ટેક્નોલોજી નો ઉદેશ્ય માનવ જીવન આરામ દાયક બનાવવાનો છે.જયારે આધ્યાત્મિક મૂલ્યો-માનવીય મૂલ્યો ને નઝર-અંદાજ કરવા મા આવે ત્યારે ટેકનોલોજી સુવિધાને બદલે ભય અને વિનાશ નોતરે છે. 
માનવીય મૂલ્યો વિહીન ટેકનોલોજી પ્રકૃતિ ને એક પ્રદાર્થ તરીકે નિહાળે છે. છે.વિજ્ઞાન એ પ્રકૃતિને ઊંડાણ પૂર્વક સમજવાની તક આપે છે.અને આધ્યાત્મિકતા પ્રકૃતિને જીવંત બનાવે છે. પરંતુ કોઈ  તનાવયુક્ત માનવની નજરે જીવતો માણસ પણ રોબોટ જેવો એક નિર્જીવ પ્રદાર્થ  છે 


વધુ વાંચો

આજનાં યુગમાં કોમ્પ્યુટર વગર રહેવું અશકય છે. ધંધો હોય કે નોકરી, બેંક હોય કે હોસ્પિટલ બધેજ કોમ્પ્યુટરાઈઝડ થઈ ગયું છે. આથી કોમ્પ્યુટરની આપણે અવગણના ન કરી શકીએ  કારણ કે તેનાથી જ ગ્લોબલાઈઝેશન શકય થયું છે અને કોમ્પ્યુટર થકી જ આપણી લાઈફ સરળ બની છે. પણ આ કોમ્પ્યુટર આપણી આંખોને નુકસાન પણ પહોંચાડી શકે છે. સતત કોમ્પ્યુટરનો વપરાશ કરવાથી થતી તકલીફોનું નામ છે કોમ્પ્યુટર વિઝન સીન્ડ્રોમ, જેમાં આંખની સાથે સાથે શરીર અને મન પર પણ થાક લાગે છે. જે લોકો ત્રણ - ચાર કલાકથી વધુ કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોય તે લોકોને આંખની તકલીફ થવાનું જોખમ વધુ રહે છે. આજકાલ બાળકોથી લઈ વડિલો પણ કોમ્પ્યુટર, મોબાઈલ સહિતના ઉપકરણોનો ઉપયોગ કરતા થયા છે. પ્રથમ આંખોને ટેલિવિઝનથી નુકસાન થવાની ભીતિ રહેતી પણ હવે હાઈટેક યુગમાં કોમ્પ્યુટર, મોબાઈલ, વીડીયોગેઈમ્સ, ટેબલેટ, લેપટોપ તેમજ અનેકવિધ ગેઝેટસ આપણી નીલી આંખોના દુશ્મન છે.


વધુ વાંચો

(ધીરજની કસોટી+ ગ્રાહકને ખરેખર શું જોઈએ છે તેનો ખ્યાલ=સફળતા)
સાયન્સ અને ટેકનોલોજીએ આજે વિશ્વની કાયા પલટ કરી નાખી છે.ઈન્ટરનેટ જેવી આવિશકારી શોધના કારણે આજે દુનિયાના કોઈ પણ ખૂણામાંથી વ્યકિત એકબીજાનો સંપર્ક કરી શકે છે.ભારત દેશ પણ ટેકનોલોજીના ક્ષેત્રમાં વિશ્વના દેશની સાથે કમ્પિટિશન કરી રહ્યુ છે
આપણા દેશમાં બિઝનેસ કમ્યુનીટી માટે માહોલ સતત સુધરતો જાય છે. નવી તકોનું નિર્માણ ઘણું ઝડપથી થઇ રહ્યું છે. મોટાભાગની ઇન્ડસ્ટ્રી અત્યારે ગ્રોથ તરફ વળી રહી છે. નવા બિઝનેસ માટે અત્યારની પરિસ્થિતિ અને વાતાવરણ ઘણું સાનુકુળ કહી શકાય એવા સંજોગો ઉભા થઇ રહ્યા છે . 


વધુ વાંચો

ગૂગલ એક એવી ટેકનોલોજી લાવી રહ્યું છે કે જેના કારણે હવે યુઝર્સને પાસવર્ડ યાદ રાખવાની કોઈ પળોજળ નહિ રહે આ નવી ટેકનોલોજીને કારણે યુઝેર્સને ઘણી સરળતા રહેશે અને ખાસ તો પાસવર્ડ ચોરાઈ જવાનો કોઈ ડર નહી રહે 
ગૂગલ હાલમાં એક એવી ટેકનોલોજી પર કામ કરી રહ્યું છે કે જેમાં યુઝર્સ પાસવર્ડ નાખવાની જરૂરત જ નહી રહે નવું લોગઈન સીસ્ટમ ટ્રસ્ટ પર આધારિત હશે મતલબ કે જો કોઈ ડિવાઈસ ને વિશ્વાસ થશે કે યુઝર્સ જ તેનો ઉપયોગ કરી રહ્યો છે ત્યારે જ તે પોતાનું એક્સેસ આપશે.


વધુ વાંચો