*સમસ્ત માનવતા ને "ઈદ મુબારક "*
પવિત્ર માહે મુબારક રમજાન ના ૩૦ રોજા પૂરા થયા 
આજે રૉજદારૉ તક્વા પરહેજ સાથે પૂરા વિશ્વાસ અને મેહનતૉ મશ્કતૉ થી રમજાન મા ઈબાદતે ઇલાહી દ્વારા અલ્લાહ ની રેહમતૉ ની શુક્ર ગુજારીકરી  ચુક્યા અલ્લાહ ની ખુશીઓ મા પોતાની ખુશીઓ કૂરબાન  કરનારાઓ ને ખાસ ઈદ મુબારક 
ઈદ ની ખુશીઓ મા આપણે આપણા ભાગે આવેલા કર્તવ્ય અને જવાબ દારી ઓ ને પણ યાદ રાખીયે 
એક પુત્ર તરીકે માઁ અને બાપ ની ઈદ બનીયે 
એક ભાઈ તરીકે બહેનો ની ઈદ બનીયે 
એક પતિ તરીકે આપણી પત્ની ની ઈદ બનીયે 
એક માઁ અને બાપ તરીકે બાલકો ની ઈદ બનીયે
જે  મોહલ્લા માઁ રહીયે છીયે ત્યાઁ પાડોશીઓ ની ઈદ બનીયે 
જે શહેર મા રહીયે છીયે તે શહેર ની ઈદ બનીયે
ભાઈ ઓ બહેનો માઁ ઓ જે દેશ મા રહીયે છીયે એ દેશ ની ઈદ બનીયે !!!!!
ફક્ત રમજાન માસ ના એકત્રીસ મા દિવસે જ નહી 


વધુ વાંચો

(૧ર૬૮) ઈમાનની હકીકત એ છે કે હકને બાતિલ ઉપર અગ્રતા આપો, ભલે પછી હકથી તમને નુક્સાન થતુ હોય અને બાતિલથી ફાયદો થતો હોય. - હઝરત અલી (અલય્હિસ્સલામ)
(૧ર૬૯) ત્રણ બાબતો ઈમાનની હકીક્તમાંથી છે. નાદારીની હાલતમાં (રાહે ખુદામાં) ખર્ચ કરવો, પોતાની જાત વિશે લોકો સાથે ઇન્સાફ કરવો અને તાલિબે ઇલ્મ માટે ઇલ્મની બક્ષિસ કરવી. - હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહો અલય્હે વઆલેહી વસલ્લમ઼
(૧ર૭૦) એક માણસે હઝરત રસૂલે ખુદા (સલ્લલ્લાહો અલય્હે વઆલેહી વસલ્લમ) પાસે આવીને અર્ઝ કરી : યા રસૂલલ્લાહ ! હું આપની પાસે આવ્યો છુ જેથી ઇસ્લામ ઉપર આપની બયઅત કરૂં.


વધુ વાંચો

ઈમાન શું છે
ઈમાનદાર ના લક્ષણો કૂરાન એ કરીમ અને હદિસે એહલે બૈત અ.મ.સ ના હવાલાઓ થી
કુરઆને મજીદ :- 
અલ્લાહે ઈમાનને તમારા માટે પ્રિય બનાવ્યું છે, અને તે (ઈમાન)ને તમારા અંતઃકરણોમાં શોભાયમાન કરી રાખ્યું છે. 
- (સૂરએ હોજેરાત આ. ૭)
હદીસો :-
(૧ર૪૫) ઈમાન હકની પૂંજી છે, હક હિદાયતનો માર્ગ છે. તેની તલવાર સંપૂર્ણ સજ્જતા અને દુનિયા તેની લડાઈનું મેદાન છે.
(૧ર૪૬) ઈમાન સાથેના નેક કાર્યો માટે દલીલ રજૂ કરી શકાય છે અને નેક કાર્યો સાથે ઈમાન ઉપર (દલીલ રજૂ કરી શકાય છે) તેથી ઈમાન મારફત જ ઇલ્મનો વિસ્તાર કરી શકાય છે..અને નેક કાર્યો સાથે ફીકહનો ફેલાવો થઈ શકે છે.
(૧ર૪૭) ઈમાન બે અમાનતોમાંથી શ્રેષ્ઠ અમાનત છે.
- હઝરત અલી (અલય્હિસ્સલામ)
કુરઆને મજીદ :-


વધુ વાંચો

દુનિયામાં ઘણા મઝહબ છે, અને તે તમામે ખુદા માટે લાયક અને લાયક ન હોય તેવી અમુક અમુક સિફતો મુકર્રર કરી છે.  કેટલીક કૌમનો અહેવાલ ખુલાસાથી લખાએલ છે. પણ અમે એ બયાન હાલ મુલતવી રાખી ઇન્શાઅલ્લાહ આગળ મૌકા ઉપર લખીશુ.


વધુ વાંચો

મૂક્દ્દસ પાક માહે રમજાન માનવ કલ્યાણ વિશ્વ કલ્યાણ માટે પ્રત્યેક વર્ષ માનવતા ને જાગ્રુત કરવા માટે ની ઇલાહી વ્યવસ્થા 
લયલતૂલ ક્દ્ર એ મુબારક  રાત જે હજાર રાતો થી અફ્જલ છે જે રાત મા સુરે એ ક્દ્ર નાજીલ થય છે
સૂર એ ક્દ્ર
બિસ્મિલ્લાહ  હીર્રહમા નીર્રહીમ
ઇન્ના અનજલનાહુ ફી લયલતીલ કદ્ર
વ મા અદરાકા મા લયલતૂલ કદ્ર 
લયલતૂલ કદ્રી ખયરૂમ મીન અલ્ફી શહર 
તનાજ્જલૂલ મલાઇકતૂ વર રૂહુ ફિયહા બી ઈજની રબ્બીહિમ મીન કુલ્લી અમ્ર 
સલામૂન હી યા હતત્તા મત્લાલ ફજર
અલ્લાહ રબ્બે કરીમ ની અદભૂત આદેશાત્મક વ્યવસ્થા માહે રમજાન ત્રણ તબક્કાઓ મા સમજીયે 
ઇબાદત ની પધ્ધતિ ને અને આત્મ નિરીક્ષણ કરીયે આંકલન કરીયે માનવતા ને તંદુરસ્ત કરવા ના આ પાક મહિના માહે રમજાન મા વ્યક્તિગત આપણે એટલે કે મે અને તમે શુ પ્રાપ્ત કર્યુ ?


વધુ વાંચો

એક દિવસ પેલી સ્ત્રી હઝરત ઈમામે હસને મુજતબા (અ.સ )ના ઘર પાસેની ગલીમાંથી પસાર થઈ રહી હતી ત્યારે ઈમામે હસન (અ.સ ) તેણીને જોઈ ગયા અને ગુલામને કહ્યું કે પેલી ઔરતને બોલાવી લાવ.
જ્યારે તે ઔરત આવી ત્યારે આપ ઇમામ હસન  (અ.સ )એ ફરમાવ્યું : તેં અમોને ઓળખ્યા? તે સ્ત્રીએ કહ્યું : ના 
આપ (અ.સ )એ ફરમાવ્યું : હું તારો એ મહેમાન છું 
જે એક દિવસ તેના બે ભાઈઓ સાથે રણમાં તારી પાસે આવ્યો હતો. સ્ત્રીએ કહ્યું : જી હા, હું આપને ઓળખી ગઈ. આપ (અ.સ )એ પોતાના ગુલામને હુકમ આપ્યો કે બજારમાંથી એક હજાર ઘેટાં ખરીદી કરીને આ ઔરતના હવાલે કરો અને આપ (અ.સ )એ તે ઔરતને એક હજાર દિરહમ અતા ફરમાવ્યા. પછી આપ ઇમામ હસન  (અ.સ )એ ગુલામને ફરમાવ્યું કે : તું આ ઔરતને મારા ભાઈ હુસૈન (અ.સ ) અને અબ્દુલ્લાહ (અ.ર ) પાસે લઈ જા.


વધુ વાંચો

સખાવત એ એહલે બૈત અ.સ 
ઇમામ એ હસન અ.સ અને ઇમામ એ હુસૈન અ.સ ની સખાવતૉ 
ઉમ્રૂ બીન દીનાર ર.અ  રીવાયત કરે છે કે : ઓસામા બીન ઝૈદ બીમાર પડયા. હઝરત ઈમામે હુસૈન (અ.સ ) તેમના ખબર અંતર પુછવા માટે ગયા. આપ (અ.સ )એ જોયું કે ઓસામા ર.અ બહુજ પરેશાન દેખાતા હતા. આપ (અ.સ )એ પૂછ્યું : ઓસામા ર અ ! આટલા બધા પરેશાન કેમ છો? ઓસામા ર.અ એ કહ્યું : મને લાગે છે કે મારી જિંદગીનો ચિરાગ બુઝાઈ જવાની તૈયારીમાં છે. અને હું સાઠ હજાર દીરહમનો કર્ઝદાર છું.
હઝરત ઈમામે હુસૈન (અ.સ )એ ફરમાવ્યું : ગભરાવ નહીં. હું તમારૂં કર્ઝ અદા કરી દઈશ. ઓસામા ર. અ એ કહ્યુંઃ મને એ વાતનો ડર છે કે મારૂં કર્ઝ અદા થવા પહેલાં મને મૌત ન આવી જાય. હઝરત ઈમામ હુસૈન (અ.સ )એ સાઠ હજાર દીરહમ મગાવ્યા અને તે જ વખતે ઓસામા ર.અ નું કર્ઝ અદા કરી દીધું.
હઝરત ઈમામે હુસૈન (અ.સ ) હંમેશા ફરમાવ્યા કરતા હતા કે બાદશાહો માટે ત્રણ વાતો ખરાબ છે.
(૧) દુશ્મનોથી ડરવું. 


વધુ વાંચો

(૯) .... અમે આ દુનિયામાં તેમને રોઝી વહેંચી દીધી છે, અને (તેમાં) કેટલાક લોકોને બીજા ઉપર અગ્રતા આપી છે જેથી કરીને તેઓમાંના કેટલાક બીજા કેટલાક પાસેથી ખિદમત (ચાકરી/સેવા) લઈ શકે....
અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલીબ (અલય્હિસ્સલામ) એ ઉપરોક્ત આયત સમજાવતાં ફરમાવ્યું :
અલ્લાહે આપણને જાણ કરી દીધી છે કે નોકરી (સર્વીસ/જોબ) કમાણીના સાધનો - માધ્યમોમાંથી એક છે, કારણ કે અલ્લાહે પોતાની સંપૂર્ણ હીકમતના આધારે લોકોની હિંમત, ઈરાદા (વિચારો) અને પરિસ્થિતીને એક-બીજાથી અલગ પડતા, જુદા-જુદા, વિભિન્ન અને અસમાન બનાવ્યા છે. અને આ જ બાબતે (અલ્લાહે) તેની મખ્લૂકની કમાણી (રોઝી)ના માધ્યમનું મુખ્ય પાસુ બનાવ્યું છે. (જેથી લોકોને એક બીજાની જરૂરીયાત ઉભી થતી રહે) અને તેમાંથી એક એ પણ છે કે એક શખ્સ બીજાને નોકરીએ રાખી તેની પાસે કામ કરાવે છે....


વધુ વાંચો

દિન એ ઇસ્લામ  મા
દિન એ ઇસ્લામ ના પાઁચ પ્રચલિત  ફરજ 
તૌહિદ,નમાજ,રોજા,જકાત, હજ,
એક પુખ્ત વય ના મુસલમાન પુરુષ અને પુખ્ત વય ની સ્ત્રી ઓ ઉપર ફરજ કરી દેવા મા આવ્યા  " પાઁચ " ઇલાહી હૂકમો  
પ્રથમ ફરજઃ તૌહિદ એટલે કે એકેશ્વરવાદ મા સમ્પૂર્ણ વિશ્વાસ 
દ્રિતીય ફરજ :નમાઝ પ્રત્યેક પુખ્ત વય ના પુરુષો એ અને સ્ત્રી ઓ એ દિવસ ના પ્રથમ ભાગ મા, દિવસ ના મધ્ય ભાગ મા, અને દિવસ ના છેલ્લા ભાગ મા પાઁચ નિર્ધારિત સમયે  અલ્લાહ ની ઇબાદત કરવી 
ત્રુતિય ફરજ :રોજા પવિત્ર રમજાન માસ મા ૩૦ દિવસ પ્રાતઃકાલ થી પૂર્ણ સંધ્યા ના સમય સુધી અન્ન જળ નો સમ્પૂર્ણ ત્યાગ કરવો 
ચતુર્થફરજ :  ૧૨ મહિના દરમ્યાન પવિત્ર માધ્યમ દ્વારા નોકરી ધંધા ખેતી ખાણ ખનિજ અથવા તો મેહનત વેપાર દ્વારા કમાયેલી આવક મા થી નિયમાનુસાર ૧૦૦રૂ  ની આવક ઉપર ૨.૫% રકમ કાયદા અનુસાર લાયક વ્યક્તિ ઓ ને આપી 


વધુ વાંચો

મૌલા અલી કરમઅલ્લાહૂ વજહૂલ કરીમની શહાદત
ઈન્ના લીલ્લાહે વ ઈન્ના ઈલયહે રાજેઊન 
સિફફીન ની જંગ મા  લવાદના ફેંસલા બાદ, મૌલાઅલી અ.સ એ નતીજા પર પહોંચ્યા કે એક નિર્ણયાત્મક હુમલો કરવો જોઈએ 


વધુ વાંચો

Pages