8429

કરજણ ટોલ પ્લાઝા પાસેથી ચરસના જથ્થા સાથે પોલીસે ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે. પોલીસે અલ્ટો કારમાં તપાસ કરતાં તેમની પાસેથી અંદાજે ૧૪.૫ કિલોગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત અંદાજે ૧.૫ કરોડ આંકવામાં આવી છે. પોલીસે કાર સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાની પ્રાથમિક વિગતો મુજબ પોલીસને મળેલી બાતમી અનુસાર કરજણ ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન અલ્ટો કાર નંબર જીજે ૧૯, એએફ-૯૨૪૩ આવી પહોંચતાં પોલીસે તેને અટકાવી તપાસ કરી હતી. કારમાંથી પોલીસને ચરસનો જથ્થો મળી આવ્યો હતો. ૧૪.૫ કિલોગ્રામ જથ્થાની કિંમત પોલીસે ૧.૫ કરોડ આંકી હતી.