8506

ભાવનગર મહાપાલિકા દ્વારા ઘરવેરા વિભાગ દ્વારા બાકી કરદાતાઓ પાસેથી કર વસુલવા કડક ઉઘરાણી હાથ ધરી છે. શહેરના મોટા આસામીઓની મિલ્કતો ટાંચમાં લેવા સાથોસાથ બાકીદારોની મિલ્કત સીલ કરવાની કાર્યવાહી વેગવંતી બનાવતા કરચોરોમાં ફફડાટ વ્યાપ્યો છે.
ભાવનગર શહેરમાં વસતા ૧.૧૦ લાખથી વધુ આસામીઓ પાસે ભાવનગર મહાપાલિકાના ઘરવેરા વિભાગના કરોડો રૂપિયા લેણા છે. આવા આસામીઓ પાસેથી વેરો વસુલવા માટે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘરવેરા વિભાગની ૧ર ટીમો દ્વારા લાંબા સમયથી લેણુ ભરપાઈ કર્યુ ન હોય અને વારંવાર નોટીસો પાઠવવા છતાં કોઈ પ્રત્યુત્તર કે નાણા ભરપાઈ કર્યા ન હોય તેવા વ્યક્તિઓની મિલ્કતોને સીલ કરવા ઉપરાંત નિયત મુદ્દત વિત્યે નિયમ મુજબ જાહેર હરરાજી હાથ ધરવામાં આવી છે. ઘરવેરા વિભાગ દ્વારા બે દિવસ દરમ્યાન કરેલી કાર્યવાહીના અંતે રૂા.પર લાખ જેવી રકમ બાકી લેણા પેટે વસુલવામાં આવી છે. વર્ષ-ર૦૧૬-૧૭નો વેરો નિર્મળનગર સ્થિત અપ્સરા સિનેમાના માલિક દ્વારા ભરવામાં આવ્યો ન હોય જેને લઈને તંત્રએ સીલ લગાવ્યા હતા. આ આસામીને કુલ રકમ પૈકી ૭પ ટકા રકમ ભરવાનો આદેશ કોર્ટે કર્યો હોય. આ મિલ્કતનું ૧૧ લાખ જેવું લેણુ હોય માલિક દ્વારા પ.પ૦ લાખ ભરતા તંત્રના અધિકારીઓ દ્વારા સાંજે સીલ ખોલવામાં આવ્યા હતા. આ ઉપરાંત નિર્મળનગર સ્થિત આટામીલ મહાલક્ષ્મી ફ્લોરમીલનું ર૧ લાખ જેવું લેણુ બાકી હોય તંત્રએ આ મિલ્કત સીલ કરી છે.માજીરાજ ગેસ્ટ હાઉસની બાકી વેરાની રકમમાં ૨૫ લાખનો ચેક સેવા સદનને અપાયો છે. અધિકારીના જણાવ્યા અનુસાર ૩૧ માર્ચ સુધીમાં પ્રતિદિન ૧પ૦ મિલ્કત જપ્ત કરવાના આદેશો આપવામાં આવ્યા છે તથા જપ્ત કરાયેલ મિલ્કતની હરરાજી પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. 
રપ હજારથી ઓછી રકમના લેણીયાતો ૯૮ ટકા છે. ૧ લાખથી વધુની રકમ દરમ્યાન તંત્રએ ૮૦ કરોડથી વધુ રકમની વસુલાત કરી છે. માર્ચ-એપ્રિલ ર૦૧૮ સુધીમાં વિવાદીત મિલ્કતો તથા કોર્ટ કેસને બાદ કરતા બાકી રહેતા કોઈપણ આસામીઓને છોડવામાં આવશે નહીં. માર્ચ માસના અંત સુધીમાં હજુ પણ વધુ ટીમો રીકવરીમાં જોડાશે.

૩૦ વિધવા મહિલાઓને દ્યરવેરામાંથી માફી આપી
ભાવનગર મહાનગર પાલિકા દ્યરવેરા વિભાગ દ્વારા વિધવા મહિલાઓને દ્યરવેરો માફી યોજનામાં ૩૦ જેટલા બહેનોને વેરા માફીનો લાભ આપવામાં આવ્યો છે.આ વેરા માફીમાં વિધવા બહેનોની ૩૬૦૦૦ આવકના નિયમોને ધ્યાનમાં રાખીને આવી માફી દેવાયાનું સેવા સદન વર્તુળ દ્વારા જાણવા મળે છે. સેવા સદન દ્યરવેરાના નિતિ નિયમો પ્રમાણે વિધવા મહિલાઓએ આવી માફી સેવા નિયત ફોર્મ ભરીને સેવા સદનને આપવાનું હોય છે અને એ પ્રમાણે ર૦૧૬-૧૭માં ર૪ મહિલા અને ૧૭-૧૮માં ૩૦ મહિલાઓની રજુઆત આવતા તંત્રે તેમને માફીનો લાભ આપ્યો છે. તેમ સેવા સદન વર્તુળ દ્વારા જાણવા મળે છે.