9085

આંબેડકર જયંતિ નિમિત્તે વિધાનસભા સામે આવેલ ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ ઉજવણીના ભાગરૂપે ભાજપના નગર સેવક નાઝાભાઈ ઘાંઘરે ૧ર૭ કિલોનો હાર પહેરાવી સન્માનીત કર્યા હતા જો કે  ૧ર૭ મી જયંતિ નિમિત્તે લવાયેલા આ હાર આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. કારણ કે ઉંચે સુધી તેને લહેરાવવા માટે ચારથી પાંચ માણસોએ કામે લાગવું પડયું હતું. સાથે ભાજપના પદાધિકારીઓ તથા ગાંધીનગર શહેર તેમજ જિલ્લાના સંગઠનના માણસો પણ જોડાયા હતા.