5100

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને રાજ્ય ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સંયુકત રીતે જણાવ્યું છે કે, પાટીદાર આંદોલન સંદર્ભે પાટીદાર સમાજના અગ્રણીઓ સાથે યોજાયેલ બેઠકમાં પાટીદાર યુવાનો સામેના કેસો પાછા ખેંચવા ખાતરી આપી હતી તેના ભાગરૂપે આજે વધુ ૨૨૩ કેસોમાં રાજ્ય સરકારે હકારાત્મક અભિગમ દાખવી આગળની કોઇ કાર્યવાહી ન કરવાનો નિર્ણય કર્યો છે. 
પાટીદાર અનામત આંદોલન સંદર્ભે નોંધાયેલ પોલીસ કેસોની સમયાંતરે સમીક્ષા કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા વર્ષ-૨૦૧૬માં ૧૦૯ કેસો, ૩જી ઓકટોબર-૨૦૧૭ના ૪૨ કેસો તથા ૧૬ ઓકટોબર-૨૦૧૭ના રોજ ૯૪ કેસો મળી અલગ અલગ તબક્કે કુલ ૨૪૫ કેસો પરત ખેંચવામાં આવ્યા છે. આમ, પાટીદાર આંદોલન સંદર્ભે અત્યાર સુધી નોંધાયેલ ગુના પૈકી ૪૬૮ કેસો બંધ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.