5273

ભારતીય લોકો હવે કેશલેસ થઇ રહ્યા છે. બેંકો જે રીતે સતત એટીએમને બંધ રહી રહી  છે તે જોતા ભારતીય લોકો હવે કેશલેસ બની રહ્યા હોવાના સંકેત મળી રહ્યા છે. આ વર્ષે જુનથી ઓગષ્ટના ગાળા દરમિયાન દેશમાં હજુ સુધી બેંકોની તરફથી ૩૫૮ એટીએમ બંધ કરવામાં આવી ચુક્યા છે. આ રીતે દેશમાં એટીએમની સંખ્યા પહેલા કરતા ૦.૧૬ ટકા સુધી ઓછી થઇ ચુકી છે. જો કે ભારતમાં આ ફેરફાર ખુબ ઝડપી છે. કારણ કે છેલ્લા ચાર વર્ષમાં એટીએમન સંખ્યામાં ૧૬.૪ ટકાની દ્રષ્ટિએ વધારો થયો છે. અલબત્ત છેલ્લા એક વર્ષના ગાળામાં આ ગ્રોથ ઘટીને ૩.૬ ટકા થઇ ગયો છે. એ પ્રથમ વખત આવ્યુ બન્યુ છે જ્યારે એટીએમની સંખ્યામાં વધારો થવાના બદલે ઘટાડો થયો છે. નોટબંધી બાદ શહેરોમાં એટએમના ઉપયોગમાં ઘટાડો થયો છે. ઓપરેશનલ કોસ્ટમાં વધારો થવાના પરિણામસ્વરૂપે હવે બેંકોને એટીએમની વ્યવસ્થાની સમીક્ષા કરવી પડશે. દેશમાં ભારતીય સ્ટેટ બેંક સૌથી મોટા નેટવર્ક તરીકે ધરાવે છે. જુનમાં એસબીઆઇ ના દેશભરમાં એટીએમની સંખ્યા ૫૯૨૯૧ હતી જે ઓગષ્ટમાં ઘટીને ૫૯૨૦૦ થઇ ગઇ છે. પંજાબ નેશનલ બેંકમાં એટીએમની સંખ્યા ૧૦૫૦૨થી ઘટીને હવે ૧૦૦૮૩ થઇ ગઇ છે. ખાનગી ક્ષેત્રની મોટી કંપની એચડીએફસીના એટીએમની સંખ્યા ૧૨૨૩૦થી ઘટીને હવે ૧૨૨૨૫ થઇ ગઇ છે. બેંકોનુ કહેવુ છે કે એમટીએમના માસિક ભાડા ખુબ વધારે છે. ખાસ કરીને એરપોર્ટ અને અને પ્રાઇમ લોકેશન પર ભાડુ વધારે છે. ચેન્નાઇ અને બેંગલોર જેવા શહેરોમાં પણ એમટીએમ સાઇટ પર બાડુ આઠ હજારથી લઇને ૧૫ હજારની આસપાસ છે. આવી સ્થિતીમાં એટીએમને ઓપરેશનલ રાખવા માટેની બાબત બેંકો માટે ખર્ચાળ સાબિત થઇ રહી છે. બેંકો દ્વારા હવે ઉભી થયેલી સ્થિતીની સમીક્ષા કરી રહી છે. બેંકોનું કહેવું છે કે, એટીએમ સાઇટને લઇને ભાડા ખુબ વધારે રહે છે. ઇલેેક્ટ્રીસિટી પણ મોટા ખર્ચ તરીકે છે. એટીએમથી કિઓસ્કને ૧૫-૧૮ ડિગ્રી વચ્ચે રાખવામાં આવે છે. દિવસ દરમિયાન એસી ચાલુ રાખવાની ફરજ પડે છે. એસબીઆઈના અધિકારીઓના કહેવા મુજબ બેંકોએ એસોસિએટ્‌સ બેંકો સાથે મર્જર કરી દેવામાં આવ્યા બાદ કેટલાક એટીએમ બંધ કરી દીધા છે. ખર્ચમાં કાપ મુકવાના હેતુસર આ એટીએમ બંધ કરવામાં આવ્યા છે. જ્યાં અન્ય એટીએમ છે ત્યાં એસબીઆઈ એસોસિએટ્‌સ બેંકોના એટીએમ બંધ કરી દેવામાં આવ્યા છે. કસ્ટમરોને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. બીજી બાજુ એટીએમ નેટવર્કને વધુ તર્કસંગત બનાવનાર એચડીએફસી બેંકે હવે વધુ સરળ સ્થળો ઉપર તેના એટીએમ ખસેડવાનો નિર્ણય કર્યો છે. શહેર સ્થિત એટીએમમાં લોકોની ભીડ વધારે રહે છે. દરેક ૧૦ એટીએમ પૈકી આઠ એટીએમ શહેરમાં સ્થિત હોય છે. જ્યાં ડિજિટલ પેમેન્ટમાં વધારો થઇ ચુક્યો છે. નોટબંધી બાદ કેશલેસની દિશામાં દેશના લોકો આગળ વધી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં એટીએમને લઇને પણ અસ્તિત્વને લઇને પ્રશ્નો થઇ રહ્યા છે.

ગ્રામિણ વિસ્તારમાં લોકોને રોકડની જરૂર વધારે રહે છે
(સંપૂર્ણ સમાચાર સેવા) ચેન્નાઈ, તા. ૨૮
બેંકો દ્વારા એટીએમ જુદા જુદા કારણોસર બંધ કરવામાં આવી રહ્યા છે. દેશના લોકો મોટા શહેરોમાં ડિજિટલની દિશામાં આગળ વધી રહ્યા છે. જૂન અને ઓગસ્ટ મહિનાના ગાળામાં ૩૫૮ એટીએમ બંધ કરવામાં આવી ચુક્યા છે. જાણકાર નિષ્ણાતો કહે છે કે, એટીએમ ઓપરેટર્સ પણ કબૂલાત કરી ચુક્યા છે કે, ગ્રામિણ વિસ્તારોમાં વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ગ્રામિણ વસ્તી મોટાભાગે રોકડ ઉપર વધારે આધારિત રહે છે પરંતુ મોટાભાગે એટીએમ શહેરી વિસ્તારોમાં જ સ્થાપિત કરવામાં આવ્યા છે. ગ્રામિણ વિસ્તારોમાં બે લાખ એટીએમ પૈકી માત્ર ૧૫ ટકા જેટલા જ એટીએમ છે. ૬૭ ટકા વસતીને વધારે જરૂર રોકડની દેખાઈ રહી છે. જાણકાર નિષ્ણાતો કહે છે કે, દેશમાં એટીએમ પૈકી ૮૩ ટકા એટીએમ શહેરી વિસ્તારોમાં છે અને ૩૩ ટકા લોકોની સેવામાં કામ આવે છે. ગ્રામિણ વિસ્તારોમાં તેના ઉપર વધુ ધ્યાન આપવાની જરૂર છે.