4974

ભાવનગર શહેર તથા જીલ્લામાં છેલ્લા ઘણા સયમથી વાહન ચોરીઓની ઘટનાઓ બનતી અટકાવવા તેમજ બનેલ ગુન્હાઓનો ભેદ ઉકેલી કાઢવા પોલીસ અધિક્ષક પી.એલ.માલે આપેલ સુચનાથી એસ.ઓ.જી. શાખાના ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેકટ એચ.એ.જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા સોહિલભાઇ ચોકીયાની બાતમી આધારે છાયાગામ ભેસુડી ચોકડી ખાતે આરોપી ભગુભાઇ ઉર્ફે બી.કે. કાળુભાઇ હરકટ/આહિર ઉ.વ. ૨૩ રહે ગામ ભુંભલી વડળા શેરી તા.જી. ભાવનગર, ગંભીરભાઇ ઉર્ફે ગભો મનજીભાઇ ઠોળીયા/કોળી ઉ.વ.૩૩ રહે ગામ રામપરા તા. બરવાળા જી. બોટાદ, લખમણભાઇ આણંદભાઇ દિહોરા/કોળી ઉ.વ.૩૨ રહે ગામ છાયા તા. ઘોઘા જી. ભાવનગરવાળાને હિરો હોન્ડા સ્પ્લેન્ડર કિ.રૂ઼ ૨૦,૦૦૦/- હિરો  ડિલક્સ રજી. નંબર વિનાનું કિ.રૂ઼ ૨૫,૦૦૦/- સાથે ઝડપી પાડેલ છે. 
ત્રણેય આરોપીઓને પોલીસ પુછપરછમાં જણાવેલ ત્રણેય ભેગા મળી ઉપરોક્ય મો.સા. પૈકી સ્પ્લેન્ડર ૧૦ દિવસ પહેલા તળાજા દરબારગઢ ખાતેથી તથા ડિલક્સ પાંચ દિવસ પહેલા તળાજા તાલુકાના પીંગળી ગામેથી વાડી વિસ્તારમાંથી ચોરી કરેલાની હકિકત જણાવેલ છે. સદરહું બંન્ને મોટર સાયકલના ઝડપાયેલ ઇસમો પાસે આધાર પુરાવા ન હોય મોટર સાયકલ કબ્જે લઇ આરોપીની અટકાયત કરી ઘોઘા પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ.આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એચ.એ.જાડેજા તથા હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા ઓમદેવસિંહ ગોહિલ તથા સોહિલભાઇ ચોકીયા તથા હરેશભાઇ ઉલવા તથા રાજદીપસિંહ ગોહિલ તથા નિતિનભાઇ ખટાણા જોડાયા હતા.