7920

દામનગર પોલીસે લૂંટ ધાડના અનેક ગુના કરી ચૂકેલ ખતરનાક ગુના કરતી ગેંગને ઝડપી પાડી વિવિધ પોલીસ સ્ટેશનમાં અનેક ગુનામાં સંડોવાયેલ એક ડઝન કરતા વધુ ગુનાઓને અંજામ આપતી ખતરનાક ગેંગ અન્ય ક્યાં ગુનાઓમાં સંડોવાયેલ છે? ક્યાં પોલીસ સ્ટેશનમાં ક્યાં ગુનાઓ તેમના પર નોંધાયેલ છે ? તેવા અનેકો સવાલ સાથે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડ મેળવી રહી છે.
ભાવનગર જિલ્લાના ગારીયાધાર પોલીસ લાઠી દામનગર સહિત અનેક લૂંટ ધાડ ચોરીના ગુનામાં અતિ ઘાતકી ગેંગના ત્રણ આરોપી  મનોજ બચુ સાથળીયા  રે. મોરબા તા ગારીયાધાર, રાજુ ધીરૂ વેગડ રહે પરવડી, દુલા રામજી રાજકોટિયા રે મોરબા તા ગારીયાધાર અને બે આરોપી ફરાર કુલ પાંચ આરોપીએ તાજેતરમાં દામનગરના ધામેલ ખાતે પટેલ વૃદ્ધ દંપતીને બાંધી ઇજાઓ કરી રૂપિયા ૬૮૦૦૦ની લૂંટ કરી હતી દામનગર પીએસઆઈ એન જી ગોસાઈ પોપટલાલ પી એસ ભુજદાન ગઢવી અજિતદાન ગઢવી એસ એસ આઈ પી એમ કલાવડીયા પી સી  મારૂ મોહનભાઈ કટારા પરશુરામબાપુ ભરતદાન ગઢવી સહિત દામનગર પોલીસ સ્ટાફ દ્વારા ડેપ્યુટી મોણપરા અને એસ પી જગદીશ પટેલની સુચના અનુસાર ધામેલ સહિત અનેકો વિસ્તારોમાં લૂંટ ધાડ ચોરીના અનેકો ગુનાઓમાં સામેલ ખતરનાક ગેંગને ઝડપી પાડી હતી.