9079

 સંસદ ના અંદાજપત્ર સત્ર ને કોંગ્રેસ એ સતત ર૩ દિવસ સુધી કાયૅવાહી કરવા ન દેવાના વિરોધ માં સમગ્ર દેશમાં ભાજપ  ના આગેવાનો ધ્વારા એક દિવસનો પ્રતિક ઉપવાસ નો કાયૅકમ રાખવામાં આવ્યો હતો. જેમાં હિંમતનગર શહેર ના ટાવર ચોક ખાતે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજા,સંગઠન પ્રભારી પ્રદીપસિંહ વાઘેલા,સાંસદ દિપસિંહ રાઠોડ,ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા,મહેશભાઈ પટેલ,રમીલાબેન બારા,હિરેન ગોર,પાલિકા પ્રમુખ નિલાબેન પટેલ,શંકરભાઈ કહાર,સહિત મોટી સંખ્યામાં કાયૅકરો એ ઉપસ્થિત રહી કાયૅક્રમ ને સફળ બનાવ્યો હતો.