7121

ભાવનગર જિલ્લા જેલમાં પાસા તળે સજા કાપતો દમણનો શખ્સ વલસાડ પોલીસ મથકમાં નોંધાયેલ ઈંગ્લીશ દારૂના કેસમાં ફરાર હોય એલસીબી ટીમે જેલમાંથી મુક્ત થતા શખ્સને ઝડપી લઈ વલસાડ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી હતી. ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો મકરસંક્રાંતિનાં તહેવાર સબબ ભાવનગર સીટી વિસ્તાર માં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન વલસાડ સીટી પો.સ્ટે. પ્રોહી. એકટ કલમઃ-૬૫ એ,ઇ, ૧૧૬બી,૮૧ વિગેરે ગુન્હાનાં કામે વોન્ટેડ આરોપી હરીશભાઇ રમેશભાઇ પટેલ રહે. ડાભોલ પુનિયા ફળીયા તાબે-દમણવાળા જે હાલમાં પાસા અટકાયતી તરીકે ભાવનગર જિલ્લા જેલમાં છે.જે પાસા અટકાયતી જેલ મુકત થવાનાં હોવાની માહિતી આધારે ભાવનગર જિલ્લા જેલ સામે ગ્રાઉન્ડમાં તેની વોચમાં રહેતાં આરોપી હરીશભાઇ પટેલ જેલમાંથી મુકત થતાં તેને ઉપરોકત ગુન્હાનાં કામે ધોરણસર અટક કરવામાં આવેલ. તેને નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી વલસાડ સીટી પોલીસ સ્ટેશનનાં પોલીસનાં હવાલે કરવાની તજવીજ હાથ ધરેલ છે. સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં પરાક્રમસિંહ ગોહિલ, કિરીટસિંહ ડોડિયા, હર્ષદભાઇ ગોહિલ, ગુલમહંમદભાઇ કોઠારીયા, મહિપાલસિંહ ગોહિલ  તથા ભીખુભાઇ બુકેરા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.