7223

જે.કે. સરવૈયા કોલેજ ખાતે બી.એસ.ડબલ્યુ અને એમ.એસ.ડબલ્યુનાં વિદ્યાર્થીઓ માટે સંદેશાવ્યવહારનાં સરળ પધ્ધતિનાં માધ્યમ તરીકે કઠપુતળીનો કેવી રીતે ઉપયોગ થાય તે હેતુથીએક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  પ્રાચીન કાળમાં જ્યારે કોઈ ટેકનોલોજી ન હતી અને કોઈપણ બાબતનો પ્રચાર પ્રસાર કરવો હોય ત્યારે કઠપૂતળીનાં ખેલ દ્વારા એક-બીજાને સંદેશ આપવામાં આવતા પરંતુ સમયાંતરે આ સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે આથી જે.કે. સરવૈયા કોલેજ દ્વારા આજનો વિદ્યાર્થી આ સંસ્કૃતિ વિશે માહિતી પ્રાપ્ત કરી શકે તે હેતુથી કઠપુતળીનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.