5198

ભાવનગર ટ્રાફીક શાખા દ્વારા આજરોજ ટ્રાફીક નિયમોના ભંગ કરનારા ૩૦ વાહનોને ડીટેઈન કર્યા છે. જ્યારે ૩૦થી વધુ ફોરવ્હીલને લોક મારી દીધા હતા.
પ્રાપ્ત વિગત મુજબ, ભાવનગર શહેરમાં ટ્રાફીક શાખા દ્વારા ટ્રાફીક નિયમોના પાલન અને સમજણ માટે અનેક જાહેરાતો અને કાર્યક્રમો કરે છે છતાં વાહન ચાલકોમાં તથા રીક્ષા (પેસેન્જર)ના ચાલકોમાં એમનો કોઈ પ્રભાવ પડતો ન હોય તેમ રોજ અનેક વાહનો નિયમ ભંગ બદલ ડીટેઈન કરવામાં આવે છે. જેમાં આજરોજ ટ્રાફીકશાખા દ્વારા નાના-મોટા અને રીક્ષાઓ મળી ૩૦ વાહનોને ડીટેઈન કર્યા છે અને ટ્રાફીકને અડચણરૂપ પાર્ક કરેલ ૩૦ ફોરવ્હીલને લોક મારી દઈ દંડની વસુલાત કરાઈ હતી.