4991

લોકસેવક માનભાઈ સાથે ૬૦ વર્ષ સુધી સેવા વૃત રહી રેડક્રોસ-સેન્ટ જ્હોન પ્રકારે ભાવનગરના ગરીબ લોકોની સેવા કરનાર ડો.નિર્મળભાઈ વકીલનું મોરારિબાપુના વરદ હસ્તે સન્માન થયું. છેલ્લા ૩૦ વર્ષથી શિશુવિહારના પ્રમુખ તરીકે સેવાર્થી ડો.નિર્મળભાઈ વકીલ દ્વારા વર્ષ ૧૯૯રથી શહેરના વડીલોનું બહુમાન કરવામાં આવે છે. જે બાબતે પૂજ્ય બાપુએ પણ નિર્મળભાઈની એક નિષ્ઠસેવાને બિરદાવી હતી.