6387

ભાવનગર શહેરના ત્રણ બુટલેગરો પર સુરતના કામરેજ પોલીસ મથકમાં પ્રોહીબીશનનો ગુનો નોંધાયો હતો. જે ગુન્હામાં ત્રણેય આરોપી નાસતા-ફરતા હોય એસઓજી ટીમે ત્રણેય બુટલેગરોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગર જીલ્લામાં તથા બહારના જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલે ખાસ ઝુંબેશ હાથ ધરેલ તે અનુસંધાને આજરોજ એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચનાથી એસ.ઓ.જી. સ્ટાફને સંયુકત રીતે મળેલ હકિકત આધારે સુરત ગ્રામ્યના કામરેજ પોલીસ સ્ટેશન પ્રોહી. કલમ ૬૫ઇ, ૮૧, ૮૩, ૯૮(૨) મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ હુશેન ઉર્ફે હુસો ઉર્ફે ભુરો અનવરખાન ઉ.વ.૪૨ પઠાણ રહે. વડવા કોળીવાડાનું નાકા પાસે સીદીવાડ અને જીતેશભાઇ ઉર્ફે જોન્ટી જશુભાઇ પરમાર ઉ.વ.૨૨ રહે. આડોડીયાવાસ ભાવનગર વાળાઓને જશોનાથ સર્કલમાંથી ઝડપી લીધા હતા. જ્યારે શહેરના આડોડીયાવાસમાં રહેતા અજય ઉર્ફે ભગત મોહનભાઈ રાઠોડને સંત કંવરરામ ચોકમાંથી ઝડપી લીધો હતો. પોલીસે ત્રણેય બુટલેગરોને નિલમબાગ પોલીસ મથકમાં સોંપી દીધા હતા.