6390

કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ ભાવનગર એરપોર્ટ ખાતે સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી વહન કરતા કર્મચારીઓ દ્વારા આ સામાજીક સરાહનિય કામગીરીમાં કર્મીઓની પત્નીઓ દ્વારા નોંધપાત્ર યોગદાન પ્રદાન કરવામાં આવ્યું હતું. કર્મચારીગણની પત્નીઓ સમાજ કલ્યાણ અર્થે એક સંગઠન ચલાવે છે. જેના ઉપક્રમે સુભાષનગર સ્થિત ઝુપડપટ્ટીમાં રહેતા અત્યંત ગરીબ વર્ગના લોકોને ગરમ કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં ભાવનગર એરપોર્ટના મદદનીશ કમાન્ડર સુધીર ઘોષ તેમના પત્ની પ્રિયંકાબેન ઘોષ, કલ્પેશ રામટેકે, બી.બી. પાટીલ, વિકાસ યાદવ સહિતનાઓએ જહેમત ઉઠાવી