7824

બેંક એમ્પ્લોઈઝ કન્ઝયુમર્સ ક્રેડિટ કો.ઓપરેટીવ સોસાયટી લિ.-ભાવનગર દ્વારા સભાસદોના તેજસ્વી સંતાનોને ઈનામો આપી સન્માનિત કરવાનો કાર્યક્રમ આજે યશવંતરાય નાટ્યગૃહ ખાતે હોદ્દેદારોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ ઈનામ વિતરણ સમારોહમાં સોસાયટીની વિવિધ બેંકોમાં નોકરી કરતા સભાસદોના ૪૦ર તેજસ્વી સંતાનોને ઉપસ્થિત આગેવાનોના હસ્તે ઈનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સભાસદો, વાલીઓ તથા વિદ્યાર્થીઓ અને આમંત્રિતો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ પ્રાસંગિક પ્રવચનો કરી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા સોસાયટીના પ્રમુખ મનહરભાઈ વાળા, ઉપપ્રમુખ પ્રવિણસિંહ ગોહિલ, મંત્રી કમલેશભાઈ શેઠ તથા નિંકુજભાઈ ભટ્ટ સહિત હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી.