5531

સમગ્ર રાજ્યભરની સાથો સાથ આજથી ભાવનગરમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા જન સંપર્ક અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આજે સવારે ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી દ્વારા પશ્ચિમના ચિત્રા સહિતના વિસ્તારોમાં ઘેર ઘેર જઈ લોકોને મળ્યા હતા અને ભાજપની સરકારમાં થયેલી કામગીરીથી માહિતગાર કર્યા હતા અને આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.