5751

ચિત્રા જે ભગવાન આશ્રમના આદ્યસ્થાપક કેશવનાથ બાપુની નવી સંગતની સ્થાપના થતા આ સંગતના ગાદીપતિ તરીકે કેશવનાથબાપુ, મહંત તરીકે વિનોદભાઈ તથા અમિતભાઈની વરણી કરવામાં આવી છે. ભાવનગર જે ભગવાન આશ્રમ ખાતે કેશવનાથબાપુની રચાયેલી સંગતને રણુજા રામદેવપીર વંશજોના આનંદસિંહ રાવ તુવરા અને ખેડા જિલ્લાના ધાર્મિક વડા એવા કસ્તુરબાપુએ પણ શુભેચ્છા વ્યક્ત કરી છે તેમ આશ્રમ દ્વારા જણાવાયું છે.
ભાવનગર ખાતે કેશવનાથબાપુની રચાયેલી નવી સંગતને મુંબઈ વિગેરે ગામોના ધાર્મિક આગેવાનો દ્વારા આવકાર મળી રહ્યો છે. આ નવી સંગતની રચના થયાના માનમાં જે ભગવાન આશ્રમ ચિત્રા દ્વારા એક ધાર્મિક કાર્યક્રમ યોજવાની પણ તજવીજ હાથ ધરાઈ રહી છે.