7125

તળાજા તાલુકાના દકાના ગામે રહેતા યુવાનની વહેલી સવારે ધોળીપાટીના નાળામાંથી ડુબલી હાલતે લાશ મળી આવી હતી. બનાવની જાણ થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કેસ કાગળો કરી લાશને પી.એમ. અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, તળાજાના સરતાનપરથી દકાના જવાના રોડ પર આવેલ ધોળીપાટીના નાળામાં લાશ પડી હોવાની જાણ થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને બનાવની જાણ તળાજા પોલીસને કરાતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ લાશને બહાર કાઢી તપાસ કરતા મૃતક દકાના ગામના શિવાભાઈ માધાભાઈ જાંબુચા ઉ.વ.૪પ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે બનાવ અંગે નાળામાં પાણી પીવા જતા અકસ્માતે પગ લપસી જતા ડુબી જવાથી મોત નિપજ્યું હોવાની નોંધ કરી લાશને પી.એમ. અર્થે ખસેડાઈ હતી.