6276

ભાવનગર જિલ્લાની સાત વિધાનસભાઓ આગામી તા.૯ને શનિવારે મતદાન થશે. ભાવનગર જિલ્લાના કુલ ૧૬,રપ,૮પર મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે.
ભાવનગરની સાત વિધાનસભાઓ પૈકીની ૯૯ મહુવા વિધાનસભા મત વિસ્તારમાં કુલ ર,૦૮,૬૬૪ મતદારો, ૧૦૦-તળાજા વિધાનસભા મત વિસ્તારમાં ર,ર૧,૪૦૬ મતદારો, ૧૦૧-ગારિયાધાર વિધાનસભા મત વિસ્તારમાં કુલ ર,૦૩,પ૪૬ મતદારો, ૧૦ર-પાલીતાણા વિધાનસભા મત વિસ્તારમાં કુલ ર,૪૯,પ૮૧ મતદારો, ૧૦૩-ભાવનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાં ર,પ૮,રપપ મતદારો, ૧૦૪-ભાવનગર પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં કુલ ર,૪૩,૦૯ર મતદારો, ભાવનગર પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં કુલ ર,૪૧,૩૦૮ મતદારો સહિત ભાવનગરની સાતેય વિધાનસભામાં કુલ ૧૬,રપ,૮પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
ભાવનગર જિલ્લામાં પોલીસ સ્ટેશન ૧૮રર અને બીએેલઓ ૧૮રર છે. તમામ મતદારોને એપીક કાર્ડ અપાયા છે, ભાવનગરના જુદા જુદા મત કેન્દ્રો ઉપર શનિવારે મતદાન થશે તેમ માટે ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારી એવમ જિલ્લા કલેક્ટર હર્ષદ પટેલ અને ચૂંટણી તંત્ર દ્વારા તમામ કામગીરીને આખરીઓપ આપવામાં આવ્યો છે.