6699

શહેરના મોતીતળાવ વિસ્તારમાં રહેતી મહિલાને ગઢેચી વડલા પાસે રહેતા શખ્સ સાથે સંબંધ હોય ઘણા સમયથી ફોનમાં વાત ન કરતા હોય જેનાથી ઉશ્કેરાઈ જઈ શખ્સે મહિલાના ઘરે જઈ પેટ્રોલ છાંટી આગ લગાડી નાસી છુટ્યો હતો.
બનાવની મળતી વિગત મુજબ, શહેરના મોતીતળાવ વિસ્તારમાં રહેતા સાફરીનબેન ઈમરાનભાઈ શેખે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, શહેરના ગઢેચી વડલા એસબીઆઈ બેંક પાસે રહેતા ઝાકીરભાઈ હસનભાઈ ખોખર સાથે તે છેલ્લા ઘણા સમયથી ફોનમાં વાત ન કરતા હોય જેનાથી ઉશ્કેરાઈ જઈ આજ બપોરના સમયે તેણીના ઘરે આવી ભુંડા બોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બાદમાં ઘરમાં પેટ્રોલ છાંટી આગ લગાડી નાસી છુટ્યો હતો. આગ લાગતા ઘરમાં રહેલ ટીવી, ફ્રીઝ, પેટી-પલંગ, પંખો, ઘરવખરી સહિતનો સરસામાન બળીને ખાક થઈ જવા પામ્યો હતો. બનાવ અંગે બોરતળાવ પોલીસે મહિલાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.