9077

રાજુલા તાલુકાના બાબરીયાધાર ગામે બાબાસાહેબ આંબેકડરની ૧ર૭મી જન્મજયંતિ નિમત્તે મામલતદાર કોરીડીયાના અધ્યક્ષ સ્થાને તેમજ ભાપજ તાલુકા પ્રમુખ ભોળાભાઈ લાડુમોર, સરપંચ અનિલભા, સાથે ગામ આગેવાનો ભારથી ગોસ્વામિ સમાજ દ્વારા સરપંચનું ગામના વિકાસર્થે સન્માન તેમજ આંગણવાડી નેશનલ મીશન ન્યુટીશન બાળ તુલા કાર્યક્રમ આંગણવાડીના સુપરવાઈઝર લીલા બહેન તેમજ હેલ્થ સેન્ટરના નર્સ બહેનો દ્વારા યોજાયો જેમાં બાબરીયાધાર અમુલી સહિત આગેવાનોની હાજરીમાં નાના નાના ભુલકાઓને આંગણવાડી દ્વારા પોષણક્ષમ ખોરાક મળી રહે છે. અને તેના માટે દરહ મહિને દરેક બાળકોની તુલા થાય છે તે આજે બાળતુલા જોઈને ખુદ મામલતદાર અને ભાજપ તાલુકા પ્રમુખ ભોળાભાઈએ આંગણવાડી બહેનોની પ્રશંશનીય કામગીરીને બિરદાવી હતી.