5105

ભાવનગર ગ્રામ્ય યુવક કોંગ્રેસની એક બેઠક સિહોર રેસ્ટહાઉસ ખાતે મળી હતી ગ્રામ્ય વિસ્તારની વિધાનસભાની આ સીટ પર છેલ્લા ૨૫ વર્ષથી ભાજપનું શાશન છે આ શાશનને છીનવવા કોંગ્રેસના યુવાનો આગળ આવ્યા છે છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના યુવાનો જે રીતે કામ કરી રહ્યા છે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે અને જે રીતે ગ્રામ્ય વિસ્તારોમાં ગામડાઓમાં જઈને જે રીતે બેઠકો કરી રહ્યા છે અને પ્રચાર પ્રસારનો દોર અસરકારક બનાવ્યો છે તે જોતા કોંગ્રેસમાં એક નવો જોમ-જુસ્સો આવ્યો હોય તેવું લાગે છે અને તમામ યુવા નેતાઓ છેલ્લા કેટલાક સમયથી એક મંચ પર જોવા મળે છે આજે ભાવનગર ગ્રામ્ય યુવા કોંગ્રેસની બેઠક સિહોરના રેસ્ટ હાઉસ ખાતે મળી હતી જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા મંચ પર ઉપસ્થિત તમામ યુવા નેતાઓએ ભાજપની ખામીઓ ગણાવીને કેટલાક સ્થાનિક પ્રશ્નો બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આ સીટ પરથી કોઈ પણ રીતે વિજયી થવા સૌએ નેમ લીધી હતી. આ કાર્યક્રમમાં સિહોર શહેર પ્રમુખ ધીરુભાઈ ચૌહાણ, સંજયસિંહ માલપર, રાજકુમાર મોરી, મિલન કુવાડિયા, લાલભા ગોહિલ, રેવતસિંહ ગોહિલ, ભીષ્મ વોરા, જયરાજસિંહ મોરી, જગદીશ છેેલાળા, રાહુલ આહીર સહિત મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા..