6308

દામનગર વિધાનસભા સામાન્ય ચૂંટણી લાઠી બાબરા દામનગર મત વિસ્તારમાં સુરત અમદાવાદ સહિત શહેરમાંથી મતદાન માટે વતન આવતા મતદારો ખાનગી કે સરકારી વાહનોમાં આવતા વાહનો પર સ્ટીકરો જોવા મળ્યા. જોજો મતદાન પૂર્વે મત કોને આપવો ભાજપ સરકારે કરેલ અત્યાચાર યાદ આવે છે ? આવા પ્રશ્નો કરતા બેનરો અને સ્ટીકરો સાથે ફોરવ્હીલ ગાડીઓ તાલુકાના દરેક ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહી છે. ભાજપને મત નહીંની અપીલ અને ચૌદ પાટીદાર યુવાનોની હત્યા અને સોસાયટીઓમાં વાહનોને તોડફોડ રાહદારીઓ પર લાઠીચાર્જ સહિતની તસવીરો સાથેના સ્ટીકરો-બેનરોવાળા સુરત પાસિંગ વાહનો ઠેર-ઠેર ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહ્યાં છે. ભાજપને મત નહીં આપવાની અપીલ કરતા વાહનો દામનગર લાઠી બાબરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં દેખતા ઉમેદવારોમાં ચિંતાનું મોજુ પ્રસરી ગયું હતું.