4990

દામનગર સ્થાનકવાસી જૈન સમાજમાં અનેરો ઉત્સાહ આગામી નવેમ્બર માસમાં લીંબડી ગોપાલ સંપ્રદાયના સંતવૃદના સાનિધ્યમાં નવદિક્ષિત દામનગરના મોટાણી પરિવારની દિકરી કું.રિચાની દિક્ષાને લઈ તૈયારીઓ થઈ રહી છે. દામનગર જૈન સમાજના બિપીનભાઈ મોટાણીની પુત્રી કું.રિચાની દિક્ષા અંગેની તૈયારી કરતા સ્થાનકવાસી જૈન સંઘના અગ્રણીઓ દ્વારા નવદિક્ષિત કું.રિચાની દિક્ષાની શોભાયાત્રા ઉચામણી રૂટ સહિતની પૂર્વ તૈયારી મનહરભાઈ જુનાણી કાંતિભાઈ પારેખ નાથાલાલ અજમેરા વીરેન્દ્ર પારેખ સુરેશભાઈ અજમેરા દેવેન્દ્ર જુઠાણી સહિતના અગ્રણીઓ શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ, સામાજિક અગ્રણીઓ સહિત શૈક્ષણિક સંસ્થાઓ કરી રહ્યાં છે.