9080

બંધારણ ના ઘડવૈયા ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ની ૧ર૭ મી જન્મજયંતિ નિમિત્તે હિંમતનગર શહેર ની શારદાકુંજ સોસાયટી વિસ્તાર ના આંબેડકર ભવન થી એક શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.  શોભાયાત્રા આંબેડકર ભવન થી સવારે ૮ કલાકે શ્રેયસ સોસાયટી કેનાલ ચારરસ્તા થી મહાવીરનગર ચોકડી થઈ ટાવર ચોક પાસેથી પસાર થઈ સિવિલ સકૅલ પાસે ના આંબેડકર ની પ્રતિમા પાસે સભા ના રૂપ માં ફેરવાઈ હતી.આ શોભાયાત્રા માં કેસરડી જોધલપીર ની જગ્યા ના મહંત ગોધૅનદાસ બાપુ સહિત મોટી સંખ્યામાં દલિત સમાજ ના આગેવાનો અને કાયૅકરો ઉપસ્થિત રહયા હતા.