7637

ગાંધીનગર આરટીઓ કચેરીમાં અરજદારો માટે સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. તમામ પ્રક્રિયા ઓન લાઇન કરવામાં આવી છે, પરંતુ સુવિધા આપવામા આવતી નથી. પરિણામે અરજદારોને શહેરના સાયબર કાફેમાં ના છુટકે જાવુ પડે છે. 
ત્યારે શહેરના જાગૃત નાગરિકો દ્વારા આ બાબતે વાહન વ્યવહાર મંત્રીને લેખિત રજૂઆત કરી છે અને તેમાં સુધારો લાવવા માંગ કરી છે. પાટનગરની આરટીઓ કચેરી સુવિધાઓ આપવાને લઇને વામણી પુરવાર થઇ રહી છે.  હાલમાં સરકાર દ્વારા એચએસઆરપી નંબર પ્લેટનો નિયમ ફરજિયાત કરાયો છે. ત્યારે અરજદારોની આરટીઓમાં લાંબી કતારો જોવા મળી રહી છે. તે ઉપરાંત રીન્યુઅલ, ડુપ્લીકેટ લાયસન્સ સહિત આધાર મેળવવા માટે અરજદારોને એજન્ટનો સંપર્ક કરવો પડે છે, અથવા તો સાયબર કેફેમાં રૂપિયા ચૂકવી કામગીરી કરાવવા પડે રહી છે. પરિણામે ગામડામાંથી આવતા અરજદારોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થવુ પડે છે, છતા કામગીરી થતી નથી. 
શહેરના એક જાગૃત નાગરિકે આ બાબતે વાહન વ્યવહાર મંત્રી રણછોડ ફળદુને આરટીઓમાં સુવિધાઓ સુધારવા માટે રજૂઆત કરી છે. તેમણે કહ્યુ કે, સાયબર કેફેવાળા પણ અરજદારોને લુંટવામા બાકી રાખતા નથી. 
આરટીઓની જટીલ કામગીરી સરળ બનાવવા અને લોકોને પડતી હાલાકીનો અંત લાવવા મંત્રી કામગીરી કરાવે તેવી આશા રાખવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છેકે આરટીઓ કચેરીની તમામ કામગીરી ઓનલાઇન કરાઇ છે, પરિણામે નિરક્ષર અરજદારોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે