7656

તળાજામાં રહેતા મુસ્લિમ યુવાનનો શેત્રુુંજી નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા પોલીસ સ્ટાફ દોડી જઈ તપાસ કરતા યુવાન ગઈકાલે ઘરેથી કોઈને કહ્યા વગર ચાલ્યો ગયો હતો અને માનસિક રીતે અસ્થિરતા ધરાવતો હોવાનું ખુલવા પામ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ, તળાજા ખાતે રહેતા અસદ નૌશાદભાઈ કુરેશી ઉ.વ.૩૦ જે માનસિક રીતે અસ્થિરતા ધરાવતા હોય ગઈકાલે કોઈને કહ્યા વગર ઘરેથી ચાલ્યા ગયા હતા. ગુમ થયેલ યુવાનનો આજે સવારે શેત્રુંજી નદીમાં ગોરખીના આરે પાણીના ખાડામાંથી મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા તળાજા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ જરૂરી કેસ કાગળો કરી લાશને પીએમ અર્થે ખસેડાઈ હતી.