7051

ગાંધીવાદી વિચારધારાની પ્રચાર માટે ગાંધીયન સોસાયટી, અમેરિકા દ્વારા તા.૧૮-૧૯, ૨૦૧૮ના રોજ ન્યૂ જર્સી કન્વેશન એન્ડ એક્સપોઝીશન સેન્ટર ખાતે પ્રદર્શન અને કાર્યક્રમનું આયોજન કરાયું છે. ’ગાંધી ગોઈંગ ગ્લોબલ- છ ર્ષ્ઠહષ્ઠીંપછ ષ્ઠીઙ્મીહ્વટ્ઠિર્ંૈહપછ ર્ષ્ઠદ્બદ્બૈંદ્બીહં’ વિષયે બે વર્ષ સુધી ઝૂંબેશ ચલાવવામાં આવશે. આ ઝૂંબેશનો પ્રારંભ તા.૨ ઓક્ટોબર, ૨૦૧૭ના રોજ ગાંધી જયંતિના દિને કરાયો હતો અને ૨૦૧૯માં આવનાર ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ દિને તેનું સમાપન થશે.
‘ગાંધી ગોઈંગ ગ્લોબલ’ ઝૂંબેશમાં આધુનિક સમયમાં ગાંધીજીના વિચારોનું વર્તમાન સમયમાં સુસંગતતા સમજાવીને તેના પ્રચાર કાર્યક્રમો યોજાશે. આવા કાર્યક્રમો પાયાના સ્તરે શરૂ કરીને શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને વ્યાપક જનસમુદાય સુધી પહોંચાડીને લોકોને તેના અભ્યાસમાં સામેલ કરવા પ્રયાસ કરાશે. ન્યૂ જર્સીમાં ૧૫૦,૦૦૦ ચો.ફૂટ વિસ્તારમાં યોજાનાર બે દિવસનો કાર્યક્રમની મુખ્ય બાબતો ગાંધી રિસર્ચ ફાઉન્ડેશન જલગાંવ દ્વારા મહાત્મા ગાંધીજીના જીવન અને સમય અંગે એક ઈન્ટરએક્ટીવ મ્યુઝિયમ સ્થાપવામા આવશે, ગાંધી વિચારમાં માનનારા ડો. સામ પિત્રોડા અને પ્રસિધ્ધ ગાંધીવાદી અને સામાજીક કાર્યકર ઈલા ભટ્ટ  આ સમારંભમાં મુખ્ય પ્રવચનો આપશે, અમેરિકાના ભૂતપૂર્વ ફર્સ્ટ લેડી મિશેલ ઓબામા મુખ્ય પ્રવચન આપે તેવી સંભાવના છે. ગાંધી આશ્રમ-અમદાવાદ, ગાંધી નેશનલ મ્યુઝિયમ-નવી દિલ્હી, ગાંધી પીસ ફાઉન્ડેશન-નવી દિલ્હી, ગુજરાત વિદ્યાપીઠ-અમદાવાદ અને નવજીવન પ્રેસ-અમદાવાદ દ્વારા ગાંધીજીની યાદગાર ચીજો, પુસ્તકો, સાહિત્ય વગેરે પ્રદર્શીત કરાશે.
ગાંધીયન સોસાયટી, અમેરિકાના સ્થાપક અને પ્રેસિડેન્ટ શ્રી ભદ્રા બુટાલા જણાવે છે કે "આ બધા કાર્યક્રમો ઉપરાંત કીંગ સેન્ટર, નેશનલ મંડેલા ફાઉન્ડેશન અને ગાંધી આશ્રમ- દક્ષિણ આફ્રિકા પણ તેમના સંગ્રહ સાથે આ સમારંભમાં સામેલ થશે. 
એચ. આર. શાહ, ગાંધીયન સોસાયટી, અમેરિકાના ચેરમેનએ કહ્યું હતું કે "અમે આ પ્રદર્શન અને એક્ષ્પોને ૩ કેટેગરીમાં વહેંચ્યો છે. તેમાં દિવસના ૬ કલાક સેમિનાર, વર્કશોપ્સ અને સ્મૃતિ મ્યુઝિયમ, પ્રદર્શન તેમજ ગાંધીવાદી પ્રવૃત્તિઓ દર્શાવતા ટ્રેડ શો ઉપરાંત હાથ બનાવટની ચીજો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, મહત્વના પ્રવચનો તથા ખાદી ફેશન શો આ કાર્યક્રમમાં કેન્દ્ર સ્થાને રહેશે." 
ગાંધી આશ્રમના ટ્રસ્ટી કાર્તિકેય વી. સારાભાઈએ  ગાંધીવાદી વિચારધારા અંગે ટિપ્પણી કરતાં જણાવ્યું છે કે "ગાંધી ગોઈંગ ગ્લોબલ - ય્ય્ય્ ૨૦૧૮ નો ઉદ્દેશ વિશ્વની વર્તમાન પેઢીને ગાંધીજીની સુસંગતતા દર્શાવીને ગાંધીજીના વિચારો અપનાવીને તેને અમલમાં મૂકવા પ્રેરણા આપવામાં આવશે. આજના અસ્થિર સમયમાં ગાંધીજીનો અહિંસાનો સિધ્ધાંત ખૂબ મહત્વ ધરાવે છે.