8281

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી સુરેશ પ્રભુએ આજે ઉદ્યોગ સાહસિકોને જણાવ્યું હતું કે જો કોઈ સ્ટાર્ટ અપને સફળ બનાવવું હોય તો બજારમાં ગેપ(અવકાશ) ક્યા છે તે શોધવું જોઈએ અને તેની આસપાસ વેપાર મોડલ તૈયાર કરવું જોઈએ. મંત્રી આજે ગાંધીનગરના ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન ખાતે વાર્ષિક ઉદ્યમિતા ફેસ્ટ - એમ્પેસરીયો સ્ટાર્ટ અપ સમિટ ૨૦૧૮ને સંબોધન કરી રહ્યા હતા.
મંત્રીએ જણાવ્યું હતું કે શરુ થનાર દરેક સ્ટાર્ટ અપ ટકી ન શકે. પરંતુ બજારની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને, જે ક્ષેત્ર હજુ વણખેડાયેલું હોય, એવા ક્ષેત્રમાં સ્ટાર્ટ અપ સફળ થવાની સંભાવના વધી જાય છે. તેમણે જણાવ્યું હતું કે અંતઃપ્રેરણા (ૈંહંેૈર્ંૈહ) એ જીવનની અત્યંત મહત્વની બાબત છે. પોતાની અંતઃકરણથી આવતા વિચારો પર વિશ્વાસ ન કરે એ વ્યક્તિ સફળ થઇ શકતો નથી. આ માટે યુવાન ઉદ્યોગ સાહસિકોને તેમણે સલાહ આપી હતી કે તમારી આંખો ખુલ્લી રાખો, બરાબર વિચારો અને બજારમાં રહેલા એ ગેપ (અવકાશ) ને શોધી કાઢો તથા એ ગેપને પૂરો કરવા માટે વેપાર મોડલ તૈયાર કરો.
કેન્દ્રીય મંત્રીએ ઈડ્ઢૈંૈં ને પણ કોઈ સ્ટાર્ટ અપ સફળ કે નિષ્ફળ કેમ થાય છે તે અંગે એક વિગતવારનો અભ્યાસ હાથ ધરવા જણાવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ સ્જીસ્ઈ રીસર્ચ બ્લોકનું ખાત મુહુર્ત કર્યું હતું તથા ઈડ્ઢૈંૈં ના વિદ્યાર્થીઓની સફળતા વર્ણવતી કોફી ટેબલ બુક અને ગ્લોબલ આન્ત્રપ્રીન્યોરશીપ મોનીટર (ય્ઈસ્) ઇન્ડિયા રીપોર્ટ ૨૦૧૬-૧૭ નું વિમોચન કર્યું હતું.
 કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ અને કેન્દ્રીય માર્ગ પરિવહન, ધોરીમાર્ગ અને શીપીંગ તથા રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી મનસુખ માંડવીયાએ આજે રાષ્ટ્રીય ડીઝાઇન સંસ્થાન (દ્ગૈંડ્ઢ)ના ગાંધીનગર પરિસરની મુલાકાત લીધી હતી અને તેના ઓડીટોરીયમ, પ્રેઝન્ટેશન હોલ તથા ડીઝાઇન ગેલેરીનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ પ્રસંગે સુરેશ પ્રભુએ જણાવ્યું હતું કે વિશાલ જનસંખ્યા અને ઘટતા જતા સ્રોતોને કારણે આપણે વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ ત્યારે ડીઝાઇનીંગ તેમાં મહત્વનો ભાગ ભજવી શકે છે. એનઆઈડી ઓછા સ્રોતોનો ઉપયોગ કરી ટકાઉ પેદાશ તૈયાર કરવા માટે મોટો ફાળો આપી શકે તેમ છે. 
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આપણી આદિવાસી પરંપરાગત રચનાઓ પણ અદ્ભુત હોય છે. તે કોઈ સ્થાનિક ઉપયોગ માટે હોઈ શકે પરંતુ એનઆઈડી તેમની ડીઝાઇનનો અભ્યાસ કરીને આજની જરૂરીયાત મુજબ મોટા પાયે ઉત્પાદન માટે તેનું વિસ્તરણ કરવામાં પણ મહત્વનો ભાગ ભજવી શકે છે. આ પ્રસંગે સુરેશ પ્રભુએ એનઆઈડી દ્વારા તૈયાર કરાયેલી રેલવે કોચની ડીઝાઇનની પ્રશંસા કરી હતી અને એરપોર્ટના કર્મચારીઓ માટે શ્રેષ્ઠ ગણવેશ તૈયાર કરવા માટે એનઆઈડીને જણાવ્યું હતું.