6254

ઓખી વાવાઝોડાને લઈને ઘોઘાના દરિયામાં છેલ્લા બે દિવસથી હેવી કરન્ટ જોવા મળી રહ્યો છે. લગાતાર બે દિવસથી હેવીટાઈડ ભરતી આવતી હોય ઘોઘા ગામ રક્ષક દિવાલ તુટી જતા સમુદ્રનું ઉછાળા મારતું પાણી ગામમાં ફરી વળે છે. ઘોઘાના મોરાવાડા, ઘાચીવાડા, બારવાડા સહિતના વિસ્તારોમાં ગોઠણ સુધી પાણી ભરતા લોકોની ઘરવખરી પાણીમાં તરવા લાગી હતી. છેલ્લા બે દિવસથી સમુદ્ર સીમા ઓળંગી ગામમાં પ્રવેશતા લોકોમાં ભારે ભય ફેલાયો છે.