5113

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા. ૨૨મી એ સવારે ૧૧ વાગ્યે મહત્વના પ્રોજેક્ટ રો-રો ફેરીનું લોકાર્પણ તથા ભાવનગર જિલ્લાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. આ કાર્યક્રમની સમિક્ષા માટે કેન્દ્રિય રાજ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પદાધિકારીઓ તથા વિવિધ એસોસીએશનના પ્રમુખ તથા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. વડાપ્રધાનના કાર્યક્રમની વિગતે માહિતી મેળવી તમામ તૈયારીઓની સમિક્ષા કરી હતી તથા સુચનો પણ કર્યા હતા. આ બેઠકમાં સંસદીય સચિવ વિભાવરીબેન દવે,  સાંસદ ડો. ભારતીબેન શિયાળ, મેયર નિમુબેન બાંભણીયા, જિલ્લા કલેકટર હર્ષદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી આયુષ ઓક સહિત પદાધિકારીઓ વિવિધ એસોસીએશનના પ્રમુખઓ, પ્રતિનિધિઓ તથા જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિગતે ચર્ચાઓ કરી હતી.