7050

મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડની ઇન્વેસ્ટમેન્ટ મેનેજર અને મહિન્દ્રા ફાઇનાન્સની સંપૂર્ણપણ માલિકીની પેટાકંપની મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની પ્રાઇવેટ લિમિટેડ મિડ કેપ યોજનાઓમાં મુખ્યત્વે રોકાણ કરવા ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ મિડ કેપ ફંડ મહિન્દ્રા ઉન્નતિ ઇમર્જિંગ બિઝનેસ યોજના લોંચ કરશે. નવી ફંડ ઓફર ૮ જાન્યુઆરી, ૨૦૧૮નાં રોજ ખુલી છે અને ૨૨ જાન્યુઆરી, ૨૦૧૮નાં રોજ બંધ થશે. સ્કીમ ૬ ફેબ્રુઆરી, ૨૦૧૮થી વેચાણ અને પુનઃખરીદી માટે ફરી ખુલશે. 
મહિન્દ્રા એએમસીનાં એમડી અને સીઇઓ આશુતોષ બિશ્નોઈએ કહ્યું હતું કે, “ભારતીય અર્થતંત્ર એકથી વધારે વર્ષ માટે વૃદ્ધિનાં તબક્કા માટે સજ્જ છે, જેમાં સરકારે આર્થિક સુધારા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રોકાણની તકો અર્થતંત્રને ઔપચિક પણ બનાવશે, જે બજારહિસ્સાને અસંગઠિતમાંથી સંગઠિત ક્ષેત્ર તરફ દોરી જશે, જેમાં અતિ વિભાજીત કન્ઝ્યુમર સેગમેન્ટ દરેક કુટુંબ સુધી રાષ્ટ્રીય પ્રગતિ લઈ જશે.”
જ્યારે સૂક્ષ્મ પરિબળોમાં વૃદ્ધિમાં પ્રમાણમાં ઘટાડો થયો છે, ત્યારે લાર્જકેપ કંપનીઓની સરખામણીમાં મિડ-કેપ કંપનીઓ આવકમાં વધારે વૃદ્ધિ દર્શાવે છે. અમે મિડ-કેપ સેગમેન્ટમાં સ્ટોક-કેન્દ્રિત રોકાણ તકો માટે પર્યાપ્ત અવકાશ જોઈએ છીએ, ખાસ કરીને એકથી વધારે વર્ષનાં માળખાગત વૃદ્ધિની સંભવિતતા ધરાવતા સેગમેન્ટમાં. અર્થતંત્રનું કદ વધ્યું હોવાથી વિવિધ ક્ષેત્રોમાં યોગ્ય બજાર સ્થળ ઊભું કરવાની વધારે તકો છે. ફંડ રોકાણકારોને હાલ વિકાસનાં માર્ગે અગ્રેસર કંપનીઓની વિકાસગાથામાં સહભાગી થવાની તક આપશે, જે ભવિષ્યમાં બજારમાં લીડર બનવાની સંભવિતતા ધરાવે છે.
સ્કીમ લઘુતમ ૬૫ ટકા મિડ કેપ કંપનીઓમાં ૩૫ ટકા સુધીનું રોકાણ મિડ કેપ સિવાયનાં સ્ટોકમાં કરશે. બોટમ અપ સ્ટોક પસંદગી નાનાં બજારોમાં માર્કેટ લીડર્સ અથવા મોટા બજોમાં સિંગલ-લાઇન વ્યવસાયો પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે વૃદ્ધિ દર્શાવે છે અને ભવિષ્યમાં લાર્જ કેપ બનવાની શક્યતા ધરાવે છે.