5112

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા. ૨૨મી એ ભાવનગર ખાતે પધારનાર છે ત્યારે તેમના સ્વાગતની તૈયારી થઈ ગઈ છે. રાજ્યનાં મુખ્ય સચિવ જે. એન. સીંગ તથા પદાધિકારીઓ કે. કૈલાસનાથન માન. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ તથા એમ. એસ. ડાગુર અધિક મુખ્ય સચિવ ગ્રુહ વિભાગ, ભાવનગરની મુલાકાતે આવ્યા હતા. જિલ્લા વહિવટી તંત્ર તથા ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે તેની સમિક્ષા કરી હતી તથા સ્થળ પર મુલાકાત લીધી હતી. 
  પદાધિકારીઓએ ઘોઘા રો-રો ફેરીની સહેલગાહ કરી તમામ વિગતો મેળવી હતી આ સાથે જિલ્લા કલેકટર હર્ષદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી આયુષ ઓક, જિલ્લા પોલીસ વડા મલ તથા વિવિધ ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ફેરી સર્વિસ તથા કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કર્યુ હતું.