7642

સુરક્ષા સેતુ સોસાયટી અને પોલીસ તંત્ર દ્વારા વાર્ષિક તપાસણી અંતર્ગત સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારી તેમજ કર્મચારી પરિવાર સાથે જોડાયા હતાં. 
ભાવનગર રેન્જ આઈ.જી. સમીતકુમાર વિશ્વકર્મા દ્વારા વાર્ષિક તપાસણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજરોજ સુરક્ષાસેતુ સોસાયટી અને પોલીસ તંત્ર દ્વારા શહેરના સરદારનગર ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ હોલ ખાતે એક શામ પોલીસ કે નામ ટાઈટલ અંતર્ગત સંગીત સંધ્યાનું આયોજન આઈ.જી. અમીતકુમાર વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એસ.પી. પી.એલ.માલ, ડીવાયએસપીઓ તમામ ડીવીઝનના પી.આઈ., એલ.સી.બી., એસ.ઓ.જી. સહિત શહેર- જિલ્લાના પોલીસ કર્મચારી તથા પોલીસ પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. અને સંગીત સંધ્યાની મજામાણી હતી. કાર્યક્રમના મુખ્ય કલાકાર લોક સાહિત્યકાર માયાભાઈ આહિર સહિતના કલાકારોએ સંગીત સંધ્યામાં પોલીસ પરિવારને મજા કરાવી હતી.