5614

આજ રોજ પાલીતાણામાં હજરત ઈમામ હુસૈન અ.સ.ના ચેહલુમ નિમિત્તે પાલીતાણા શીયા ઈશરી ખોજા સમાજ દ્વારા ઝુલુસ કાઢવામાં આવ્યું હતું. આ ઝુલુસ હુસૈની ચોક ખત્રીવાડથી મેઈનબજાર થઈ ભૈરવનાથ ચોક થઈને ખત્રીવાડ ખોજા મસ્જિદે પુરૂ થયુ હતું. ભૈરવનાથ ચોક ખાતે માતમ કરાયું હતું. 
આ ઝુલુસમાં હજરત ઈમામ હુસૈન અ.સ.ના ઘોડા દુલદુલ જુલાએ અલીઅસગર અ.સ. હજરતે અબ્બાસ અલમદારના અલ પણ સાથે ઝુલુસમાં ફેરવવામાં આવ્ય હતા તેમજ ખોજા કબ્રસ્તાન ખાતે ખંડક પણ ખોદવામાં આવ્યા હતા. આ ખંડકમાં નાના બાળકોથી લઈને મોટા ખંડકમાં ચાલ્યા હતા.