8359

તદ્દઉપરાંત આજકાલ નવી પેઢીને ઘરડાં- મા-બાપ સાથે રહેવું ગમતું નથી, વૃદ્ધાશ્રમમાં પણ વેઇટીંગ લાંબુ થતું જાય છે, ધિક્કાર છે એવા સંતાનોને...પરંતુ આવાં કળિયુગમાં પણ એવા સંતાનો છે કે જે પોતાના માતા-પિતાને ભગવાન ગણે છે, અને તે આ મા-બાપ રૂપી ભગવાનની સેવામાં જ જીવન ધન્ય ગણી બધુંજ કરી છુટે છે. અને આવા સંતાન આજના યુગમાં નસીબદાર  ને જ મળે છે. 
    આજની પેઢી મા-બાપ અને ભાઇ-બહેનની પરવા કર્યા વગર વિદેશ પાછળ પાગલ બની જાય છે. પહોંચ્યાી પછી તેમની સામે જોવા પણ  નવરા નથી. ડોલરમાં નાચવા-ખાવા-પીવામાં જ જીવન વિતાવી દે છે. ત્યાં પરણ્યાત પછી ઘરડાં મા-બાપમાં કોઇ રસ જ નથી, નથી ભાઇ-બહેનોની જવાબદારીની કિંમત, ફરજ....ભાઇ જમાનો બદલાયો છે..... પરંતુ આજે આપણે એક એવા યુવાનની વાત કરવા જઇ રહ્યા છીએ કે જેણે પોતાના મા-બાપ માટે અમેરીકામાં પોતાની ઝળહળતી કારર્કિદી, સારામાં સારા પગારની જોબ બધું જ છોડીને વતનની વાટ પકડી... મા-બાપની સેવા માટે તેણે પોતાની  તમામ ઇચ્છાીઓનો ત્યાગગ કરી દીધો. તમામ સુખો છોડી મા-બાપના ચરણોની સેવામાં જ પોતાની આખરી ઇચ્છાન, પોતાનું જીવનનું સુખ માની લીધું,.. એટલું જ નહીં, પરંતુ પોતાના મા-બાપની સાથે હજારો મા-બાપના આસું લુછી  શકાય તે માટે  પોતાની પત્ની  સાથે મળી વિચાર કરી ભીષ્મં પ્રતિજ્ઞા કરી કે આજીવન બ્રહ્મચર્ય  પાળી જીવનમાં કદીય પણ પોતાના બાળકો નહીં કરે... 
એક બાજુ અમેરિકામાં ઉચ્ચ પગાર પર નોકરી કરતા, ઝળહળતી કારર્કિદી સાથે અમેરિકાની ગ્રીન કાર્ડની પ્રોસેસ ચાલુ થઇ ગઇ હતી, કંપની સ્પોન્સીર કરી રહી હતી, પરંતુ હવે જો પિતાની સેવા માટે ભારત જાય તો કંપનીની ગ્રીનકાર્ડ પ્રોસેસ નિયમો મુજબ સ્થ ગીત થઇ જાય એવી હતી. હવે આશિષભાઇ આગળ બેજ વિકલ્પ હતા કાંતો અમેરિકાની જાહોજલાલી અથવા તો પિતાની સેવા ! એવામાં બીજા સમાચાર મળ્યા કે તેમની મમ્મીને પણ હાર્ટએટેક આવ્યો છે અને તેની શરીર ઉપર અસર થઇ ડાબા અંગમાં પેરાલીસીસ થઇ ગયો છે. જબરજસ્ત દ્વિધા ઉભી થઇ, કાંતો અમેરિકા-કાંતો મા-બાપ.... 
બસ પુછવાનું જ શું હોય જે યુવાને બાળપણથી જ કોલેજ  દરમ્યાન પણ દેશભક્તીના નાટકો કરતો હોય ભારતમાં ના સપુત શહીદ ભગતસિંહ, લાલબહાદુર શાસ્ત્રી , સરદાર પટેલના પાત્ર ભજવતો હોય તેના રોમે-રોમમાં ભારત માની સેવાની ખુમારી હતી,જે મા-બાપને ભગવાન જ માનતો હોય અમેરીકા તેની આગળ તુચ્છ લાગે જ...તરત જ અમેરીકાનો ફ્‌લેટ, સંપત્તિ, જોબ, ગ્રીનકાર્ડ છોડી દીધું, બીજા જ દિવસે કાયમ માટે ભારત પાછા ફર્યા, મા-બાપની આંખોમાં હર્ષના આંસુ હતા... એક હોસ્પિટલ થી બીજી હોસ્પિટલ એમ કરતાં કરતાં મા-બાપની પાછળ જીવનની તમામ બચત વાપરી નાખી, પરંતુ ૮ મહિના  સુધી લડત આપ્યા બાદ. પિતાનો અંતિમ શ્વાસ  નજીક આવ્યો... તમાકુના લીધે કેન્સીર ફેલાઇ ગયું હતું, પરંતુ આખરી શ્વાસોમાં તેમણે આશિષભાઇને  નજીક બોલાવી કહ્યું ‘‘ બેટા, ! હું તો આ વ્યસનના લીધે તારી મમ્મી ને અને આ દુનિયાને છોડીને જઈ રહયો છું. પરંતુ મારા જેવા લાખો લોકો આ વ્યસનમાં ફસાયેલા છે. અને યુવાનો ફસાશે પણ ખરા. તો તુ આ લોકોને વ્યસન વીષે ભયાનકતા બતાવી આજીવન પર્યંત તેમને બચાવવાની સેવા કરી શકીશ ? તેમને બચાવીશ તો મારી સેવા બરાબર જ રહેશે.’’ આશીષભાઈ એ તેમની પત્ની સામે સંમતીની નજર મીલાવી કહી દીધું કે ‘‘ ભલે પિતાજી ...... અમે વચન આપીએ છીએ કે આજીવન પર્યંત ભારતમાં રહીને જ હજારો લાખો યુવાનોને વ્યસનના માર્ગેથી પાછા લાવીશું.’’ પિતાજીએ શાંતીથી અંતીમ શ્વાસ લઈ પ્રભુ પાસે ગયા. બસ પછી પતી-પત્ની બન્ને  નક્કી કરીને આજીવન બ્રહ્મચર્ય પાળીને પોતાના બાળકો ન કરવાની કઠોર ‘ભિષ્મ-પ્રતિજ્ઞા’ લીધી.. સવારથી સાંજ મંડી પડ્‌યા ઘરે-ઘરે, દુકાને-દુકાને, ગામે-ગામે, કંપનીથી કંપનીમા જઈને વ્યસન વિષે, કેન્સર વિષે ભયાનકતા સમજાવી લોકોને બચાવવા લાગ્યા. આશિષભાઇએ લગભગ અત્યાર સુધીમા ૧૪૭ કોલેજ અને યુનિવર્સિટિમા જઇને હજારો વિદ્યાર્થીઓને બચાવ્યા છે. ગામે-ગામે રાત્રે પ્રોજેક્ટર ઉપર વ્યસનમુકિતનો સેમિનાર કરીને હજારો લોકોને વ્યસનમાથી પાછા વાળવા લાગ્યા છે. અત્યાર સુધીમા લગભગ ૨૦૦ જેટલા ગામ-શહેરોમા પ્રોગ્રામ કર્યા, લગભગ ૧૫૦ જેટલી ફેક્ટરીઓ, કંપનીઓ જેમાં ૈંહંટ્ઠજ રટ્ઠદ્બિટ્ઠ, ન્ેહ્વૈ જેવી નામાંકીત કંપનીના ૨૮૦૦૦ જેટલા કામદારોને સેમીનાર દ્રારા વ્યવસન મુક્ત કર્યાં, આજે પણ ધરે-ધરે, શહેરોમાં, ગામોમાં જઈને દરરોજ સવારના ૬.૦૦ થી રાત ના ૧૧.૦૦ વાગ્યા સુધી આ સેવા અભિયાન ચાલુ જ છે. તેમની પત્ની  પણ તેવો જ સાથ આપે છે ધન્ય  છે. પોતાના સપના, સુખ, અરમાનોનો  સંપૂર્ણ ત્યાગ કરી, પિતાને આપેલા વચનને પુરૂ કરવા જીવન ન્યોછાવર કરી દીધુ.... અત્યારે ગાંધીનગરમાં તે ટુંક જ સમયમાં આખા ભારતનું સૌથી મોટું ત્રણ માળનું વ્યનસન મુક્તિ પ્રદર્શન કાયમી ધોરણે ખોલવા જઈ રહ્યા છે. તેમાં ધણી બધી સ્કુલો પોતાના વિધાર્થીઓ ને લઈને બતાવવા આવશે અને વ્યસન થી થતા કેન્સર વિષે, નુકશાન વિષે, ફોટોગ્રાફ્‌સ અને વિડીયો દ્રારા જ્ઞાન મેળવી ર્નિવ્યસની જીવન બનાવશે. આ પદર્શન કોઈ પણ પરીવાર વિના મુલ્યેા જોઈ શકશે. અમો પણ આ અભિયાન વધુને વધુ આગળ વધે તેના માટે સતત આવા લેખ દ્રારા પ્રયત્નમ કરતા રહીશું...