8336

સંધાર ટેકનોલોજીસ લિમિટેડે ૧૯ માર્ચ, ૨૦૧૮ને સોમવારનાં રોજ રૂ. ૧૦ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરનો આઇપીઓ  લાવવાની દરખાસ્ત રજૂ કરી છે, જેમાં કુલ રૂ. ૩,૦૦૦ મિલિયનના નવા શેર તથા જીટીઆઈ કેપિટલ બીટા પ્રાઇવેટ લિમિટેડનાં ૬,૪૦૦,૦૦૦ ઇક્વિટી શેરનાં વેચાણની ઓફર  સામેલ છે, જે ફ્રેશ ઇશ્યૂ સાથે સંયુક્તપણે છે કહેવાય છે. આઇપીઓની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. ૩૨૭થી રૂ. ૩૩૨ નક્કી કરવામાં આવી છે.
બિડ/ઓફરનો ગાળો ૨૧ માર્ચ, ૨૦૧૮ને બુધવારે બંધ થશે. સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા  રેગ્યુલેશન્સ, ૨૦૦૯, જેમાં સમયેસમયે થયેલા સુધારા મુજબને અનુરૂપ કંપની અને વિક્રેતા શેરધારક બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને એન્કર ઇન્વેસ્ટર્સની સહભાગીદારીનો વિચાર કરી શકે છે. એન્કર ઇન્વેસ્ટર્સ બિડ/ઓફરનો ગાળો બિડ/ઇશ્યૂ ખુલ્યાની તારીખનાં કામકાજનાં એક દિવસ અગાઉ રહેશે.  બિડ્‌સ લઘુતમ ૪૫ ઇક્વિટી શેર માટે અને પછી ૪૫ ઇક્વિટી શેરનાં ગુણાંકમાં થઈ શકશે.  ૭ માર્ચ, ૨૦૧૮નાં રોજ પ્રસ્તુત રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્‌સ મારફતે ઓફર થયેલા ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઇ અને એનએસઇ પર થશે.  ઓફરનાં બુક રનિંગ લીડ મેનેજર્સ આઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝ લિમિટેડ અને એક્સિસ કેપિટલ લિમિટેડ છે.  ઓફર સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સનાં નિયમન ૨૬(૧) મુજબ બુક બિલ્ડિંગ પ્રોસેસ મારફતે થઈ છે, જેમાં ઓફરનો મહત્તમ ૫૦ ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ ને ઓફર કરવામાં આવશે, જેમાં શરત એ છે કે કંપની અને વિક્રેતા શેરધારકો બીઆરએલએમ સાથે ચર્ચા કરીને સપ્રમાણ આધારે એન્કર ઇન્વેસ્ટર્સને  ક્યુઆઇબી પોર્શનનો ૬૦ ટકા સુધીનાં હિસ્સાની ફાળવણી કરી શકે છે, જેમાંથી એક તૃતિયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્‌સ માટે જ અનામત રાખવામાં આવશે, જે સેબી આઇસીડીઆર નિયમનો મુજબ એન્કર ઇન્વેસ્ટર ફાળવણીની કિમત પર કે તેનાથી વધારે કિંમત પર સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ પાસેથી પ્રાપ્ત માન્ય બિડ મળવાને આધિન છે.