5247

જેસર તાલુકાના શેવડીવદર મુકામે માત્રી માતાજીના મંદિરે તેજસ્વી વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ તથા સરકારી નોકરીમાં જોડાયેલ યુવાનોનો સન્માન કાર્યક્રમ ક્ષત્રિય સમાજના લોકોની વિશાળ સંખ્યામાં હાજરીમાં યોજાયો હતો, જેમાં ગોહિલવાડ રાજપુત સમાજના પ્રમુખ વાસદેવસિંહ ગોહિલ, ગુજરાત રાજય હાઉસિંગ બોર્ડના ચેરમેન અને જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, સિહોર તાલુકા પંચાયતના પ્રમુખ, જયદેવસિંહ ગોહિલ, લોક સાહીત્યકા, મેરાણભાઈ ગઢવી તેમજ જુદા-જુદા તાલુકાના ક્ષત્રિય રાજપુત સમાજના પ્રમુખ અને સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં નવી સરકારી નોકરીમાં જોડાયેલ ૩૮ યુવાનોને સન્માનિત કરવામાં આવેલ તથા ધોરણ-૯થી કોલેજ સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓ અને રમતક્ષેત્રે સિદ્ધિ મેળવેલ યુવાનો તથા વિદ્યાર્થીઓને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ. કાર્યક્રમ દરમ્યાન ક્ષત્રિય સમાજને લગતા પુસ્તકો જાણીતા ફોટોગ્રાફર અજયસિંહ જાડેજા વિતરણ કરાયેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વાળા ભીમદેવસિંહએ કરેલ.